
ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી સુરભિ ચંદનાએ આ વર્ષે 2 માર્ચના રોજ જયપુરમાં બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે સાત ફેરા લીધા છે. તેના મેહંદી સેરમનીથી લઈ તમામ વિધીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલે વર્ષની શરુઆતમાં બિઝનેસમેન અપૂર્વ પડગાંવકર સાથે લગ્ન કર્યા છે. બંન્ને લગ્નમાં અલગ જ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

કબુલ હૈ ફેમ અભિનેત્રી સુરભિ જ્યોતિએ 27 ઓક્ટોબરના રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્ન કર્યા છે. આ કપલે પોતાના લગ્ન માટે ઉત્તરાખંડના જિમ કાર્બેટના આહના રિસોર્ટને પસંદ કર્યો હતો.
Published On - 11:16 am, Sun, 8 December 24