અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર”નું પોસ્ટર લોન્ચ કરાયું, ટુંક સમયમાં ફિલ્મ રિલીઝ થશે
અપકમિંગ ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થયું છે.વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે.