TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Jul 09, 2022 | 9:34 PM
બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનની હમશકલનો લુક ફરી એકવાર સામે આવ્યો છે. આ વખતે આ હમશકલ એક ઈરાનની મોડલ છે, જે હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. બંને વચ્ચે ઘણી સામનતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ મહલાઘા જબેરીની તુલના ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરી રહ્યા છે. તે ઈરાનની રહેવાસી છે. 33 વર્ષની ઉંમરે તેણે ઈરાની-અમેરિકન ફેશન મોડલ તરીકે પોતાની ઓળખ બનાવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
મહલાઘા જબેરીએ વર્ષ 2021 અને 2022માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાની ઓળખ બનાવી છે. આ સિવાય તે ઘણા ફેશન શોનો ભાગ પણ રહી ચુકી છે. તમે બસ તેમની સુંદરતા જોતા જ રહી જશો.
મહલાઘા જબેરી એક ફેશન મોડલ છે અને એક સુંદર મોડેલ છે, તે તેના અલગ-અલગ પોઝમાં પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે, તેના ફેન્સને પણ ખૂબ જ ગમે છે. હાલમાં તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 1994માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો. તે હિન્દી અને તમિલ ફિલ્મો માટે જાણીતી છે. તે ટૂંક સમયમાં સાઉથના ડાયરેક્ટર મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પોન્નિયિન સેલવન-1'માં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.