OTT : આ કલાકારો ફિલ્મોમાં નિષ્ફળ ગયા પરંતુ OTT પર હિટ સાબિત થયા, વેબ સિરીઝે નસીબ બદલી નાખ્યું
મનોરંજન જગતમાં ઓટીટી પ્લેટફોર્મે (OTT platform) પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે, જ્યાં પહેલા દર્શકોને સિનેમાઘરોમાં ફિલ્મોની રિલીઝ થવાની રાહ જોવી પડતી હતી તો આજે ઓટીટી પર ફિલ્મ અને વેબ સિરીઝ જોવાની રાહ જુએ છે.
1 / 5
બોબી દેઓલ સિનેમાના શાનદાર અભિનેતા છે પરંતુ આજના સમયમાં અભિનેતાને દર્શકોની વચ્ચે લોકપ્રિયતા આપવાનું કામ વેબ સિરીઝ આશ્રમે કર્યું છે. આ સિરીઝના 3 ભાગ રિલીઝ થયા છે અને હવે ચાહકો બાબા નિરાલાની ચોથી સિરીઝની રાહ જોઈ રહ્યા છે
2 / 5
પંકજ ત્રિપાઠીનું નામ આ લિસ્ટમાં કેમ ન આવે, જેમણે ફિલ્મોમાં નાના-મોટા રોલ પ્લે કર્યા છે પરંતુ હવે વેબ સિરીઝ મિર્ઝાપુર રિલીઝ થઈ ત્યારથી સૌ લોકો તેના દિવાના થયા છે. આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાનું પાત્ર નિભાવે છે,
3 / 5
અલી ફઝલ સિનેમા જગતમાં જાણીતું નામ છે જે સૌથી પહેલા આમિર ખાનની ફિલ્મ 3 Idiotsમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની સાચી લોકપ્રિયતા વેબ સિરીઝ મિર્ઝાપુરમાંથી મળી હતી, જેમાં તે ગુડ્ડુ ભૈયાના પાત્રમાં હતો
4 / 5
જીતેન્દ્ર કુમાર ઓટીટીની દુનિયામાં જીતેન્દ્ર કુમાર જીતુ ભૈયૈનું નામ જાણીતું છે, જે અનેક વેબ સિરીઝમાં જોવા મળ્યા છે પરંતુ વેબ સિરીઝ પંચાયતે તેની લોકપ્રિયતામાં ખુબ વધારો કર્યો હતો.
5 / 5
સૈફઅલી ખાન બોલિવુડના શાનદાર અભિનેતા છે અને અનેક હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે કેટલાક સમયથી અભિનેતા બોક્સ ઓફિસ પર સફળ રહ્યો ન હતો અને તેની ઓળખ ઓટીટીમાં વેબ સિરીઝ તાંડવ અને સેકર્ડ ગેમે મેળવી છે.