નાના પાટેકરનું ફાર્મહાઉસ 25 એકરમાં આવેલુ છે, લક્ઝરી કાર અને કરોડોનો ફ્લેટ છતાં જીવે છે સાદું જીવન
બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ હતા જેમણે પોતાની મહેનતના દમ પર શૂન્યથી ટોચ સુધીની સફર કરી. તેમાંથી એક નાના પાટેકર છે, જેઓ તેમના અભિનય અને ડાયલોગ ડિલિવરી માટે ફેમસ છે.
1 / 8
એવા અનેક સેલિબ્રિટી છે, જે પોતાના શહેરોમાં કરોડો રુપિયાના મકાન છે પરંતુ તેમ છતાં ફાર્મ હાઉસ રહેવાનું વધુ પસંદ કરે છે.
2 / 8
તમને જણાવી દઈએ કે નાના પાટેકર જે લાઈમલાઈટથી દૂર રહે છે, તે પોતાના ફાર્મ હાઉસમાં સાદું જીવન જીવે છે. મહારાષ્ટ્રમાં આવેલું નાના પાટેકરનું આ ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર છે. નાના પાટેકર પોતાના ફાર્મહાઉસ છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.
3 / 8
નાના પાટેકરનું નામ બોલિવૂડથી લઈને મરાઠી સિનેમા સુધી ખુબ જ પ્રખ્યાત છે. નાના પાટેકરની ફિલ્મની જેમ જ તેમનું સાદું જીવન અને ગામડા પ્રત્યેના પ્રેમની પણ તેમના અભિનયની જેમ જ બધા વખાણ કરે છે. પરંતુ સૌથી વધુ ચર્ચા નાના પાટેકરના ગામ પાસેના ફાર્મહાઉસની થાય છે.અનેક મરાઠી સ્ટાર પણ તેમના ફાર્મહાઉસની મુલાકાત લઈ ચૂક્યા છે.
4 / 8
મુંબઈની ભીડ અને ઊંચી ઈમારતોથી તે પરેશાન થઈ જતા. તેના કારણે છેલ્લા 15 વર્ષથી તે પરિવાર સાથે પુણેના એક ખેતરમાં રહેવા ગયો હતો. પુણેના ખડકવાસલાના ગામમાં તેમનું 'નાની વાડી' નામનું ફાર્મ છે. તેણે સિંહગઢની તળેટીમાં 7 થી 8 એકર વિસ્તારમાં આ ખેતી કરે છે.
5 / 8
અહીં તેઓ ચોખા અને હળદર જેવા પાક ઉગાડે છે. તેણે એક મોટો કૂવો, ઘરની આજુબાજુ સિમેન્ટના રસ્તા, મોટું ફાર્મ હાઉસ, ઘરની આસપાસ ફળ અને ફૂલના ઝાડ, પશુઓ ગૌશાળા છે.
6 / 8
તેમના ફાર્મહાઉસે અનેક સેલિબ્રિટીઝને આકર્ષ્યા છે અને રાજકીય નેતાઓ પણ અહીં મુલાકાત લેતા જોવા મળ્યા છે.
7 / 8
આ કિલ્લા અથવા ફાર્મહાઉસનું પ્રવેશદ્વાર એ એક મજબૂત કિલ્લાના પ્રવેશદ્વાર જેવો જ દરવાજો છે.પરંતુ કોઈ રખેવાળ કે ચોકીદાર નથી. જ્યારે માલિકના ખેતરમાં રખડતા ચાર-પાંચ કૂતરા ઘરના પ્રવેશદ્વાર પર બેઠા હોય છે. પરંતુ પરવાનગી વગર પ્રવેશવાની કોઈ હિંમત કરતું નથી. જ્યારે અંદરથી નાનાનો અવાજ તેમની પાસે આવે છે કે 'તેમને અંદર આવવા દો. ત્યારે તે મુલાકાતીઓને અંદર આવવા દે છે.
8 / 8
નાના પાટેકર વનવાસ ફિલ્મમાં પણ જોવા મળી ચૂક્યા છે.