દેશ રે જોયા દાદા પરદેશ જોયાનું પાત્ર આજે પણ ચાહકોમાં ફેમસ, રામાનંદ સાગરની ‘રામાયણ’ના રાવણનો પરિવાર જુઓ
અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ ઈન્દોરમાં થયો હતો અને તેનું મુત્યું 6 ઓક્ટોબર 2021ના રોજ થયું છે. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે 40 વર્ષથી વધુ સમયથી ગુજરાતી સિનેમામાં કામ કર્યું હતુ. તો આજે આપણે ટીવી સીરિયલમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીના પરિવાર વિશે જાણીએ.
1 / 13
આજે આપણે અરવિંદ ત્રિવેદીના પરિવાર વિશે જાણીએ.
2 / 13
રામાનંદ સાગરની 'રામાયણ' આજે પણ લોકોની આંખોમાં કેદ છે. 80ના દાયકાના આ ટીવી શોએ દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલના પાત્રો ભજવનાર દરેક કલાકારોએ ખૂબ જ ચાહના મેળવી હતી. આ કલાકારોમાંના એક હતા અરવિંદ ત્રિવેદી. તેણે આ સિરિયલમાં રાવણનો રોલ કર્યો હતો. આવો અમે તમને જણાવીએ અરવિંદ ત્રિવેદીના પરિવાર વિશે.
3 / 13
અરવિંદ ઈન્દોરના રહેવાસી હતા. ટીવી પહેલા તેઓ ગુજરાતી ફિલ્મોમાં વધુ સક્રિય હતા.કહેવાય છે કે અરવિંદને રાવણ બનવામાં પાંચ કલાક લાગતા હતા. ભારે જ્વેલરી અને મુગટને કારણે પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
4 / 13
અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગ્લો ખાતે આવીને રોકાતા હતા.
5 / 13
લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.
6 / 13
રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદીને તેમની ભૂમિકા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. પરંતુ તેના કારણે તેને લોકોની નફરતનો પણ સામનો કરવો પડ્યો હતો. બાળકોતો તેમને જોઈને ડરી જતા હતા.
7 / 13
અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ ઈન્દોર (હવે મધ્ય પ્રદેશમાં) જેઠાલાલ ત્રિવેદીને ત્યાં થયો હતો. તેણે બોમ્બે (હાલ મુંબઈ)માં ભવન્સ કોલેજમાં ઇન્ટરમીડિયેટ કક્ષાનો અભ્યાસ કર્યો. તેમણે 4 જૂન 1966ના રોજ નલિની સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રીઓ છે.તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા હતા.
8 / 13
ટેલિવિઝન સીરિયલ રામાયણ (1987)માં રાવણની ભૂમિકા ભજવવા માટે તેઓ લોકોમાં ફેમસ થયા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ગુજરાતના સાબરકાંઠામાંથી ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભામાં ચૂંટાયા હતા.
9 / 13
ત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી સહિત લગભગ 300 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે અનેક સામાજિક અને પૌરાણિક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1991માં અરવિંદ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે સાબરકાઠા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી કામગીરી કરી હતી.
10 / 13
2002માં તેમને સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નામ આપવામાં આવ્યું હતું. અરવિંદ ત્રિવેદીએ 20 જુલાઈ 2002 થી 16 ઓક્ટોબર 2003 સુધી CBFC ચીફ તરીકે કામ કર્યું હતું.
11 / 13
તેઓ રામાનંદ સાગરની ટેલિવિઝન સિરીયલ રામાયણ (1987)માં રાવણનું પાત્ર ભજવવા માટે જાણીતા છે.તેણે વિક્રમ ઔર બેતાલ અને અન્ય જેવી અન્ય ટીવી સીરિયલઓમાં અભિનય કર્યો હતો. ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેમાં તેણે દાદાજી (દાદા) તરીકે કામ કર્યું હતું, તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને તે ભૂમિકા માટે તેમને હજુ પણ યાદ કરવામાં આવે છે.
12 / 13
6 ઓક્ટોબર 2021 ના તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું મુંબઈમાં તેમના કાંદિવલી સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેના મૃત્યુંથી તેમના ચાહકોને ખુબ જ આધાત લાગ્યો હતો.ત્રિવેદીએ ગુજરાત સરકાર દ્વારા અપાતા ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે સાત એવોર્ડ જીત્યા હતા.
13 / 13
જો આપણે અરવિંદ ત્રિવેદીના રિયલ લાઈફની વાત કરીએ તો તેઓ ભગવાન રામના પરમ ભક્ત હતા. તે દરરોજ ભગવાન રામની પૂજા કરતા હતા. તેઓ રામના ફોટા સમક્ષ પહેલા થી માફી માંગી લેતા કે શુટીંગ દરમ્યાન કોઈ અપશબ્દો બોલાય તો.