યે લાલ ઈશ્ક! પેસ્ટલ રંગો છોડીને ટીવીની ‘પાર્વતી’એ પોતાના લગ્ન માટે પસંદ કર્યો લાલ ડ્રેસ, થઈ રહ્યા છે વખાણ, જુઓ ફોટો
દેવો કે દેવ મહાદેવની પાર્વતી સોનારિકા ભદૌરિયાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે 18 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2022માં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. આ પછી બંનેએ રાજસ્થાનના રણથંભોરમાં શાહી અંદાજમાં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા.
1 / 5
ટીવી એકટ્રેસ સોનારિકા ભદૌરિયાના લગ્નમાં ફક્ત તેમના નજીકના અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. સોનારિકાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો શેર કરતાંની સાથે જ લોકો તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા છે.
2 / 5
કેવો હતો લુક : જ્યાં એક તરફ અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી, રકુલ પ્રીત, કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ તેમના લગ્નના દિવસે પેસ્ટલ રંગના લહેંગા પહેર્યા હતા, તો સોનારિકાએ લાલ ફિશકટ લહેંગા પહેરીને લોકોના દિલ જીતી લીધા હતા. જો વિકાસના લુકની વાત કરીએ તો વરરાજા વિકાસ પરાશરે બેજ રંગની શેરવાની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
3 / 5
ફિશકટ લહેંગાને અપાઈ પ્રાથમિકતા - સોનારિકાના લહેંગાના રંગની સાથે-સાથે તેની સ્ટાઈલ પણ એકદમ અલગ હતી. જો કે આ દિવસોમાં દરેક દુલ્હન હેવી કેન લેસ લહેંગા પસંદ કરતી હોય છે, પરંતુ સોનારિકાએ તેના ખાસ દિવસ માટે ફિશકટ લહેંગા પસંદ કર્યો હતો. આ લહેંગા તેના પાર્વતી લુકને મળતો આવતો હતો.
4 / 5
હેવી જ્વેલરી સાથે લુક કર્યો કમ્પલિટ - અભિનેત્રીએ તેના લગ્નના લુકને કમ્પલિટ કરવા માટે તેના કપાળ પર નાની લાલ બિંદી લગાવી હતી. આ સાથે ગળામાં હેવી સ્ટોનનો નેકપીસ, કપાળ પર માંગ ટીક્કા અને નાકની નાની રીંગ તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. તેણે તેના હાથમાં પરંપરિક લાલ બંગડીઓ પણ પહેરી હતી. સોનારિકાએ ગ્લોસી મેકઅપ અને મેસી બન સાથે તેના વેડિંગ લૂકથી દરેકનું દિલ જીતી લીધું હતું.
5 / 5
ખાસ હતો દુપટ્ટો - એક્ટ્રેસના આ વેડિંગ લૂકમાં સૌથી ખાસ વાત તેનો દુપટ્ટો હતો. આ નેટ દુપટ્ટામાં સોનેરી રંગનું ભરતકામ કર્યું હતું. જે તેને વધુ સુંદર બનાવી રહ્યું હતું. સોનારિકાના આ આખા વેડિંગ લૂકને જોઈને લોકો તેની સરખામણી ટીવીની માતા પાર્વતી સાથે કરી રહ્યા છે.
Published On - 12:51 pm, Sat, 24 February 24