શાહરુખનો સ્વેગ, તાપસીની સુંદરતા..આનંદ પંડિતની દિકરીની રિસેપ્શન પાર્ટીમાં આ સ્ટાર્સે લૂંટી મહેફિલ, જુઓ Photo

|

Apr 12, 2024 | 2:59 PM

ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે તેમની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ સાહિલના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ ખાન ઉપરાંત અદા શર્મા, આદિત્ય પંચોલી, ઝરીના વહાબ, શ્રેયસ તલપડે જેવી બોલીવુડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

1 / 8
ઈદના ખાસ અવસર પર, ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે તેમની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ સાહિલ માટે વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે. બી-ટાઉનના ઘણા સ્ટાર્સ કપલને આશીર્વાદ આપવા અને તેમને શુભકામના આપવા માટે આખું બોલિવુડ ઉમટી પડ્યું.જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (ફોટો ક્રેડિટ-  pinkvilla)

2 / 8
બોલિવુડની નવી નવેલી દુલ્હન તાપસી પન્નુ આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં લાઈમલાઈટ આવી હતી. લગ્ન બાદ અભિનેત્રી પહેલીવાર  દુલ્હન સાડી લુકમાં જોવા મળી હતી. તાપસી રિસેપ્શન પાર્ટીમાં લાલ રંગની સાડી, હાથમાં લાલ બંગડીઓ અને કપાળ પર બિંદી લગાવીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

3 / 8
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાની ધમાકેદાર એન્ટ્રીથી બધાને પ્રભાવિત કર્યા હતા. ઐશ્વર્યા અને જમાઈ સાહિલની વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં કિંગ ખાન આનંદ પંડિત સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

4 / 8
આ ખાસ અવસરમાં મનોજ બાજપેયીથી લઈને અદા શર્મા સુધીના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આનંદ પંડિતની પુત્રીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ ખાનની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

5 / 8
આનંદ પંડિતની દીકરીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં અભિષેક બચ્ચન બ્લુ કુર્તાના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો હતો. લગ્ન બાદ પહેલીવાર અભિનેત્રી તાપસી પન્નુ પાર્ટીમાં જોવા મળી હતી. તે પિંક સાડીમાં જોવા મળી હતી. તેના વાળ, મેકઅપ અને એસેસરીઝ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. આ સિવાય અભિનેતા સુનીલ શેટ્ટી પણ આ પાર્ટીમાં સામેલ થયો હતો.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

6 / 8
અભિનેતા રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'શ્રીકાંત'ને લઈને ચર્ચામાં છે. તે તેની પત્ની પત્રલેખા પોલ સાથે પણ જોવા મળ્યો હતો.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

7 / 8
'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. પીળા રંગની બનારસી સાડી પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

8 / 8
આ રિસેપ્શન પાર્ટીમાં શ્રેયસ તલપડે તેમજ તુષાર કપૂર પણ જોવા મળ્યા હતા. આ સહિત ઈમરાન હાશ્મી, મલ્લિકા શેરાવત, મોની રોય સહિત ઘણા સિતારાઓ આ ઈવેન્ટમાં પહોચ્યાં હતા. તેના વીડિયો અનો ફોટો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-  pinkvilla)

Next Photo Gallery