આ અભ્યાસ દરમિયાન, ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ વેસીક્યુલર સ્ટેમેટીટીસ વાયરસ (VSV) નામના એક અલગ વાયરસનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગ્લાયકોપ્રોટીન (GP) નામનું પ્રોટીન હોય છે. જે વાયરસને કોષમાં મોકલે છે જે ચેપનો એક તબક્કો છે. તેથી જ્યારે તેઓએ મૃત પ્રાણીના અંગો કાપ્યા, ત્યારે તેઓએ જોયું કે વાયરસ હૃદય, યકૃત, બરોળ, ફેફસાં, કિડની, પેટ, આંતરડા અને મગજમાં એકઠા થઈ ગયા હતા, જેનાથી તેમનો અભ્યાસ સફળ રહ્યો હતો.