
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક પણ અલગ થઈ ગયા છે. આ જોડી લાંબા સમય સુધી ચર્ચામાં રહી.

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત : સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત વચ્ચેના સંબંધો પણ તૂટી ગયા હતા. બંનેએ લગ્નનો અંત લાવવાનો મોટો નિર્ણય લીધો.

ઈમરાન ખાન અને અવંતિકા મલિક : બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન અને અવંતિકા મલિકે પણ છૂટાછેડાના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા.

દલજીત કૌર અને નિખિલ પટેલ : ટીવી અભિનેત્રી દલજીત કૌર અને તેના પતિ નિખિલ પટેલ વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ કપલ પણ 2024માં અલગ થઈ ગયું હતું.

અક્ષય ખોરાડીયા અને દિવ્યા પુણેથા : ટીવી એક્ટર અક્ષય ખોરાડિયા અને દિવ્યા પુણેથાના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં. બંનેએ 2024માં છૂટાછેડા લઈને તેમના સંબંધોનો અંત લાવ્યો હતો.
Published On - 10:28 am, Thu, 12 December 24