
તાજેતરના વર્ષોમાં બોલીવુડ સેલિબ્રિટીઓ દ્વારા શેરબજારમાં સક્રિયપણે રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા સ્ટાર્સે પણ અલગ અલગ કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યું હતું.

મીડિયા અહેવાલ મુજબ, નુવામા વેલ્થે OYOમાં રોકાણ કર્યું છે. કંપનીએ સેકન્ડરી શેર ટ્રાન્ઝેક્શન દ્વારા પ્રતિ શેર રૂ. 53ના ભાવે લગભગ રૂ.100 કરોડના શેર ખરીદ્યા છે. OYOમાં નુવામા વેલ્થના રોકાણ પછી, તેનું મૂલ્યાંકન વધશે.
