એશ્વર્યા માટે અભિષેકે આ એક્ટ્રેસને આપ્યો હતો દગો, અનેક હસીનાઓએ અભિષેકનું પણ તોડ્યુ છે દિલ
છેલ્લા ઘણા સમયથી એશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો ઠીક ન ચાલતા હોવાની ચર્ચા છે. સમાચારોમાં બંનેના અલગ થવાના સમાચારો વહેતા થયા છે. જો કે એશ્વર્યા રાય કે અભિષેક બચ્ચનમાંથી કોઇએ પણ આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે જે એશ્વર્યા સાથે અભિષેકને હાલ બનતુ ન હોવાના સમાચાર વહેતા થયા છે.તે જ એશ્વર્યા માટે અગાઉ અભિષેક એક એક્ટ્રેસનું દિલ તોડી ચુક્યો છે.
1 / 5

2 / 5
બહુ ઓછા લોકો જાણે છે કે અભિષેક બચ્ચનનું એશ્વર્યા પહેલા દીપનિતા શર્મા સાથે અફેર હતુ. બંનેએ એકબીજા સાથે ઘણા સમય સુધી ડેટિંગ કર્યુ હતુ. દીપનિતા શર્મા એક અભિનેત્રી અને મોડેલ રહી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને વચ્ચે લગભગ 10 મહિના સુધી રિલેશન પણ રહ્યા હતા.સુમિત જોષીના પુસ્તક ‘અફેર્સ ઓફ બોલિવૂ઼ રિવીલ્ડ’માં આ વાતની માહિતી પણ મળે છે કે, દીપાનિતાની નજીકની મિત્ર સોનાલી બેન્દ્રેએ અભિષેક સાથે તેની મિત્રતા કરાવી હતી. જો કે 10 મહિના સુધી રિલેશનમાં રહ્યા બાદ બંનેએ અલગ થવાનું પસંદ કર્યુ હતુ.
3 / 5
કરિશ્મા કપૂર સાથે સગાઇ :તો અભિષેક બચ્ચનની સગાઈ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ થઇ હતી. બંનેના લગ્ન પણ થવાના હતા. જોકે'હા મૈંને ભી પ્યાર કિયા હૈ' ફિલ્મના સેટ પર બંને વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી. કહેવાય છે કે અભિષેકના ડુબતા કરિયરના કારણે આ સંબંધ તૂટી ગયો હતો.જો કે સંબંધ તૂટવાનું સાચુ કારણ શું થયું તે કોઈને ખબર નથી. બંને પરિવારોએ આ અંગે ક્યારેય ખુલીને કશું કહ્યું નથી. જે પછી 2003માં કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.
4 / 5
રાની મુખર્જી સાથે પણ જોડાયુ હતુ નામ : રાની મુખર્જી અને અભિષેક બચ્ચન કેટલા સારા મિત્રો રહી ચુક્યા છે. બંનેએ સાથે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 'બંટી ઔર બબલી'ની આ જોડી અને કેમિસ્ટ્રી રિયલ લાઈફમાં પણ સાથે રહી ચુકી હતી. 'યુવા'માં આ બંને યુવા સાથે આવ્યા હતા. જો કે 'કભી અલવિદા ના કહેના' સુધીમાં આ બંનેની જોડીએ એકબીજાને અલવિદા કહી દીધુ હતુ અને અભિષેકનું દિલ ફરી તૂટી ગયું.
5 / 5
જીવનમાં ઘણી વાર દિલ તૂટ્યા બાદ અંતે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનના જીવનમાં 'ઢાઈ અક્ષર પ્રેમ કે'લઇને આવી. કરિશ્મા સાથે સગાઈ તૂટ્યા બાદ અંતે અભિષેક બચ્ચન અને એશ્વર્યાના પરિવારની સંમતિથી વર્ષ 2007 લગ્ન થયા.