SBI કાર્ડ ચોરી કે ખોવાઈ જવા પર તમે હવે તાત્કાલિક કરી શકશો બ્લોક, જાણો કેવી રીતે

બેંકનું કાર્ડ પડી જાય અથવા ચોરી થઈ જાય ત્યારે બેંકમાં રહેલા પૈસાને લઈને આપણા સૌની ચિંતા વધી જાય છે. પરંતુ જો તમે ભારતીય સ્ટેટ બેંકના (SBI) ગ્રાહક છો તો તમે SMS થકી પણ તમારું કાર્ડ બંધ કરાવી શકો છો.

SBI કાર્ડ ચોરી કે ખોવાઈ જવા પર તમે હવે તાત્કાલિક કરી શકશો બ્લોક, જાણો કેવી રીતે
કેવી રીતે બ્લોક કરવું SBI કાર્ડ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 18, 2021 | 3:44 PM

ઘણી વાર બેંકના કાર્ડને લઈને ઘણી ચિંતાઓ થઇ જતી હોય છે. કેસ લેસ ઇન્ડિયાનું વધતું ચલણ જોતા ભારતમાં કાર્ડથી પેમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટ વધી ગયું છે. આવી સ્થિતિમાં લોકો કાર્ડથી દુકાન, મોલ, પેટ્રોલ પંપ પર પૈસાની ચુકવણી કરતા હોય છે. ઘણી વાર આપણી ભૂલના કારણે કાર્ડ ખોવાઈ જતું હોય છે. તો ઘણી વાર એવું બનતું હોય છે કે કાર્ડ ચોરી પણ થઇ જતું હોય છે. ત્યારે આપણને સૌને કાર્ડને લઈને ચિંતા વધી જતી હોય છે. કાર્ડનો મિસયુઝ કરીને કોઈ પૈસા ઉપાડી લે અથવા એનો દુરુપયોગ કરી દે તો મોટું નુકશાન થતું હોય છે. આવી સ્થિતિમાં આપણે ઘણા ચિંતામાં આવી જતા હોઈએ છીએ. પરંતુ ચિંતા વગર વિચારીને કામ લેવામાં આવે તો આ મુસીબતથી બચી શકીએ છીએ. આવામાં તમે એક મેસેજ કે ઓનલાઇન સિસ્ટમની મદદથી માત્ર થોડી મીનીટોમાં જ કાર્ડ બ્લોક કરી શકીએ છીએ. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે SBIનું કાર્ડ બ્લોક કરી શકો છો.

બેંકનું કાર્ડ પડી જાય અથવા ચોરી થઈ જાય ત્યારે બેંકમાં રહેલા પૈસાને લઈને આપણા સૌની ચિંતા વધી જાય છે. પરંતુ જો તમે ભારતીય સ્ટેટ બેંકના (SBI) ગ્રાહક છો તો તમે SMS થકી પણ તમારું કાર્ડ બંધ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે કેવી રીતે ખોવાઈ જવા પર કે ચોરી થઈ જવા પર એસબીઆઈ કાર્ડ બંધ કરાવી શકો છો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેવી રીતે કરાવશો બ્લોક

ડાયલ કરો – 1800 112 211 SBI કાર્ડ બ્લોક કરવા માટે 2 દબાવો. તમારા એકાઉન્ટ નંબરના પાંચ અંકો દાખલ કરો. તમારું કાર્ડ બ્લોક થયા પછી તમને એક SMS મળશે.

વેબસાઈટ દ્વારા આ રીતે કરાવો બ્લોક

તમે વેબસાઈટ પર જઈને રિઈશ્યૂ પર જાઓ. પહેલા sbicard.com પર લોગઈન કરો. પછી રિક્વેસ્ટ પર ક્લિક કરો. બાદમાં કાર્ડ નંબર પસંદ કરો અને સબમિટ કરો.

મોબાઈલ એપ્લિકેશન

એસબીઆઈ મોબાઈલ એપ્લિકેશન પર લોગઈન કરો. મેનુ ટેબ પર ક્લિક કરો. ત્યાં તમને સર્વિસ રિક્વેસ્ટ જોવા મળશે. તેના પર ટેબ કરો. ત્યાં રિઈશ્યૂ અથવા રિપ્લેસમેન્ટ કાર્ડ પર ક્લિક કરો. તમારો કાર્ડ નંબર દાખલ કરી સબમિટ કરો.

સંપર્ક કરવાના અન્ય રસ્તા

ઈમેઈલ: સત્તાવાર મેઈલ આઈડી sbicard.com/eamil હેલ્પલાઈન: તમે હેલ્પલાઈન નંબર 1800 425 3800 પર કોલ કરી શકો છો.

આ પણ વાંચો: પાણીના અંદર રાખશે બાઝ નજર, ભારતનું સર્વેલન્સ જહાજ સેવામાં જોડાવા માટે લગભગ તૈયાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">