Mehsana : હવે હેલ્થ ઓફિસરોને અપાયા નવા ટાર્ગેટ, ગર્ભ પરીક્ષણ રોકવા માટે સ્ટિંગ કરવા સૂચન, જુઓ Video
મહેસાણા જિલ્લાનું આરોગ્ય વિભાગ ફરી એક વાર ચર્ચામાં સામે આવ્યું છે. નસબંધીના ટાર્ગેટ બાદ ગર્ભ પરીક્ષણ રોકવા સ્ટિંગ ઓપરેશન કરવા ટાર્ગેટ આપતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં દીકરાની સરખામણીમાં દીકરીનો રેશિયો ઘણો ઓછો છે.
ગુજરાતના મહેસાણામાં નસબંધી કાંડ મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાનું આરોગ્ય વિભાગ ફરી એક વાર ચર્ચામાં સામે આવ્યું છે. નસબંધીના ટાર્ગેટ બાદ ગર્ભ પરીક્ષણ રોકવા સ્ટિંગ ઓપરેશન કરવા ટાર્ગેટ આપતા હોવાનું સામે આવ્યું છે.
ગર્ભ પરીક્ષણ રોકવા માટે સ્ટિંગ ઓપરેશનનો ટાર્ગેટ અપાયો
ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં દીકરાની સરખામણીમાં દીકરીનો રેશિયો ઘણો ઓછો છે. તેના કારણે ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરાયા હતો. પરંતુ જેન્ડર રેશિયો જાળવવા ટાર્ગેટથી કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે.જેન્ડર રેશિયો જાળવવા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તમામ તબીબો સામે કાર્યવાહી માટે સ્ટિંગ ઓપરેશન કરવા 10 તાલુકા હેલ્થ ઓફિસરોને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્ર જિલ્લા વિકાસ અધિકારીની જાણ બહાર કર્યો હોવાનું સામે આવ્યું છે.
Latest Videos