શરીર માટે મકાઈના રેસાના જાણો 7 અજોડ ફાયદા  

12 ડિસેમ્બર, 2024

મકાઈના રેસાનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં ઘણા સ્વાસ્થ્ય લાભો માટે થાય છે.

મકાઈના રેસાનો ઉપયોગ પેશાબના પ્રવાહને વધારવા અને પેશાબના ચેપ (UTI) થી રાહત આપવા માટે થાય છે.

તે કિડનીના કાર્યમાં સુધારો કરે છે અને કિડની સ્ટોન બનવાનું જોખમ ઘટાડી શકે છે.

મકાઈના રેસા (કોર્ન સિલ્ક) બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

કોર્ન સિલ્કમાં વિટામિન K, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો હોય છે.

મકાઈના રેસા પાચનતંત્રને મજબૂત કરવા અને ગેસ્ટ્રિક સમસ્યાઓમાં ઉપયોગી છે.

તેનો ઉપયોગ માસિક સ્રાવ દરમિયાન પીડા ઘટાડવા માટે થઈ શકે છે.

મકાઈના રેસાનું ડિટોક્સ વોટર બનાવી તેનું સેવન કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.