પાણીના અંદર રાખશે બાઝ નજર, ભારતનું સર્વેલન્સ જહાજ સેવામાં જોડાવા માટે લગભગ તૈયાર
વ્યૂહાત્મક મિસાઈલ લોંચ અને પાણીની અંદરની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા સક્ષમ ભારતનું સર્વેલન્સ જહાજ (surveillance vessel) હવે આ સેવામાં જોડાવા માટે લગભગ તૈયાર છે.
વ્યૂહાત્મક મિસાઈલ લોંચ અને પાણીની અંદરની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા સક્ષમ ભારતનું સર્વેલન્સ જહાજ (surveillance vessel) હવે આ સેવામાં જોડાવા માટે લગભગ તૈયાર છે. આ જહાજ દ્વારા દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આ માટે ભારતની સર્વેલન્સ ક્ષમતામાં ઘણો વધારો કરવામાં આવશે. ગોપનીય વ્યૂહાત્મક પ્રોજેક્ટ હેઠળ આ જહાજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને તેનો સેવામાં સમાવેશ થયા બાદ ભારત એવા કેટલાક દેશોમાં હશે કે જેમની પાસે મિસાઈલ ટ્રેકિંગ જહાજો છે.
હાલમાં ફક્ત યુનાઈટેડ સ્ટેટ્સ, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ આવા જહાજો ધરાવે છે. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર એક અધિકારીએ કહ્યું, “આગામી કેટલાક મહિનામાં આ જહાજ (surveillance vessel) સત્તાવાર રીતે સેવામાં સામેલ થશે.” તેમણે માહિતી આપી કે જહાજને સેવામાં સામેલ કર્યા પહેલા તમામ મહત્વપૂર્ણ પરીક્ષણો/ તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે માહિતી આપી કે આ જહાજમાંથી પ્રાપ્ત માહિતી/ડેટા ભારતની દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખતી ટોચની ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ જહાજનું (surveillance vessel) નિર્માણ વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં 2014માં શરૂ થયું હતું. જહાજ સંરક્ષણ અને સંશોધન વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) અને ભારતીય નૌકાદળ સહિતની અન્ય એજન્સીઓના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ભારત હિંદ મહાસાગરમાં તેની સર્વેલન્સ પ્રવૃત્તિઓ પણ વિસ્તૃત કરી રહ્યું છે.
આ પણ વાંચો: મુંબઈમાં કોરોનાના 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1,922 કેસ, લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 50 લોકોની મંજૂરી