પ્રાચીન સમયમાં લોકો પોતાના વસ્ત્રો સાબુ વગર કેવી રીતે સાફ રાખતા હતા ? જાણો જુદી-જુદી પદ્ધતિ

રાજાશાહી સમયમાં રાજા-રાણીઓના મોંઘા કપડાં કેવી રીતે સ્વચ્છ, સુંદર અને ચમકદાર લાગતા હતા. આ ઉપરાંત સામાન્ય લોકો પણ કેવી રીતે તેના કપડા ધોતો હતા.

પ્રાચીન સમયમાં લોકો પોતાના વસ્ત્રો સાબુ વગર કેવી રીતે સાફ રાખતા હતા ? જાણો જુદી-જુદી પદ્ધતિ
Clothes Cleaning Method

પ્રાચીન સમયમાં એટલે કે જ્યારે સાબુની (Soap) શોધ થઈ ન હતી ત્યારે લોકો પોતાના કપડા (Clothes) કેવી રીતે ધોતા હતા. રાજાશાહી સમયમાં રાજા-રાણીઓના મોંઘા કપડાં કેવી રીતે સ્વચ્છ, સુંદર અને ચમકદાર લાગતા હતા. આ ઉપરાંત સામાન્ય લોકો પણ કેવી રીતે તેના કપડા ધોતો હતા.

ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન લગભગ 135 વર્ષ પહેલા સાબુનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં લોકો સાબુનો ઉપયોગ કરવા લાગ્યા, ત્યારે પ્રથમ વખત તેનું કારખાનું સ્થાપવામાં આવ્યું. વર્ષ 1897 માં મેરઠમાં દેશની પ્રથમ સાબુ ફેક્ટરી શરૂ થઈ હતી. પરંતુ સવાલ એ છે કે જ્યારે ભારતમાં સાબુનો ઉપયોગ થતો ન હતો ત્યારે કપડાં કેવી રીતે ધોવામાં આવતા હતા.

અરીઠાનો ઉપયોગ

પહેલના સમયમાં લોકો અરીઠાનો ઉપયોગ કરી કપડા સાફ રાખતા હતા. અરીઠાને પાણીમાં નાખીને તેને ઉકાળવામાં આવતા હતા. ત્યારબાદ તે પાણીમાં ફીણ ઉત્પન્ન થતા અને તેમાં કપડાં નાખવામાં આવતા હતા અને ત્યારબાદ તેને લાકડાના ડંડા (આજના સમયના ધોકા) થી મેલ દૂર કરવામાં આવતો હતો. આજના આધુનિક યુગમાં અરીઠાનો ઉપયોગ ઘણા શેમ્પુ બનાવવામાં કરવામાં આવે છે.

માટીનો ઉપયોગ

કપડાંમાંથી ગંદકી દૂર કરવા માટે તે સમયે જમીનમાં સફેદ રંગની માટી જોવા મળતી હતી. જેમાં કોસ્ટિક મળી આવે છે, આ માટીને બકરીના છાણ સાથે ભેળવવામાં આવતી હતી અને કપડાં ધોવા માટે વપરાતી હતી. હાલ કેનાલમાં એક પ્રકારની માટી જોવા મળે છે, તેમાં વધુ કોસ્ટિક હોય છે તે પહેલાના સમયમાં કપડાં ધોવામાં ઉપયોગ થતો સાથે જ માથાના વાળ ધોવા માટે પણ વાપરવામાં આવતી હતી.

કપડાંને ગરમ પાણીમાં નાખીને ઉકાળવામાં આવતા

લોકો તેમના કપડા એક મોટા પાત્રમાં ગરમ પાણી કરી અને તેમાં નાખીને ઉકાળતા હતા. પછી તેને તેમાંથી બહાર કાઢી અને ઠંડા કર્યા બાદ તે કપડાને પત્થરો પર ફ્ટકારવામાં આવતા હતા, જેથી કપડામાં રહેલો મેલ દૂર થઈ જતો હતો. કપડા ધોવાની આ પદ્ધતિ માટે મોટા વાસણ અને ભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ ભારતમાં જ્યાં મોટા ધોબી ઘાટ છે, ત્યાં કપડાં હજુ પણ આ સ્વદેશી રીતે ધોવામાં આવે છે.

 

આ પણ વાંચો : જો તમને રસ્તામાં કોઈ સિક્કો કે શંખ મળે, તો કરો આ કામ, થઈ શકે છે ધન લાભ

આ પણ વાંચો : New Feature : હવે વોટ્સએપ પર જોઇ શકાશે Instagram Reels, જાણો સમગ્ર વિગત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati