જો તમને રસ્તામાં કોઈ સિક્કો કે શંખ મળે, તો કરો આ કામ, થઈ શકે છે ધન લાભ

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને રસ્તામાં શંખ, સિક્કો, સ્વસ્તિકનું ચિહ્ન અથવા ઘોડાની નાળ મળે છે, તો સમજી લો કે તે એક શુભ સંકેત છે.

જો તમને રસ્તામાં કોઈ સિક્કો કે શંખ મળે, તો કરો આ કામ, થઈ શકે છે ધન લાભ
ભાગ્યોદય માટે શુભ સંકેત

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નસીબને પાછલા જન્મના કર્મોનું સંચય માનવામાં આવે છે. સખત મહેનતની સાથે સાથે કોઈ પણ કાર્યમાં સફળતા માટે સારા નસીબની (Good Luck) પણ જરૂર હોય છે. જો બંને બાબતો એક સાથે ચાલે, તો કોઈ પણ લક્ષ્ય ખૂબ જ સરળ અને સુગમ બને છે તથા ઝડપથી પૂર્ણ થાય છે. ઇચ્છિત કાર્ય સરળ બનતું જાય છે.

જો નસીબ સાથ ન આપે તો પણ નિરાશ ન થવું જોઈએ કારણ કે યોગ્ય દિશામાં મહેનત કરીને પણ વ્યક્તિ નસીબ તરફેણમાં ફેરવી શકે છે. જો તમે પણ ભાગ્યોદય માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છો, તો અહીં કેટલાક સંકેતો છે જે તમને જણાવે છે કે તમારું નસીબ જલ્દી ચમકશે અને તમારી મહેનત ફળશે.

રસ્તામાં આ વસ્તુઓ મળવી શુભ છે

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને રસ્તામાં શંખ, સિક્કો, સ્વસ્તિકનું ચિહ્ન અથવા ઘોડાની નાળ મળે છે, તો સમજી લો કે તે એક શુભ સંકેત છે. તેમને વંદન કર્યા બાદ તેમને ઘરના આંગણા અથવા બગીચામાં દાટી દો અથવા તેમને પૂજા સ્થળ પર રાખો. આ વસ્તુઓ તમારા ભાગ્યોદય માટે શુભ સંકેત છે.

શેરડી સમૃદ્ધિનું પ્રતીક છે

સવારે ઘરેથી નીકળતી વખતે જો તમે રસ્તામાં ક્યાંક શેરડીનો ઢગલો જુઓ તો ખુશ થાઓ. શેરડીનો ઢગલો સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ એ કે તમારી મહેનત ફળશે અને ટૂંક સમયમાં તમને પૈસા મળી શકે છે.

જો તમે તમારા કપડા ભૂલથી ઉંધા પહેરો અને લોકો તમારા પર હસવા લાગે તો ચિંતા કરશો નહીં. તમારે આ બાબતે ખુશ રહેવાની જરૂર છે. આ અજાણતા થાય છે, તે શુભની નિશાની છે. તેનો અર્થ એ છે કે મા લક્ષ્મીની કૃપા ઘરમાં જલ્દી થઈ શકે છે. જોકે કેટલીક જગ્યાએ તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની નિશાની પણ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી લેવી.

સપના પણ આપે છે ભાગ્યોદયની નિશાની

કેટલાક સપના તમને ભાગ્યોદયનો સંકેત પણ આપે છે. જો ઘરેણાં પહેરેલી કન્યા હાથમાં ફૂલો સાથે જોવા મળે છે, તો સમજી લો કે તમારું નસીબ જલ્દી બદલાવા જઈ રહ્યું છે. આવી કન્યાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્થિતિમાં સકારાત્મક વલણ રાખો અને નિષ્ઠાપૂર્વક મહેનત કરતા રહો, સફળતા ચોક્કસ મળશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : 16 SANSKAR: શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ

આ પણ વાંચો : Bhakti: જાણો શંખથી જોડાયેલા આ મહા ઉપાય, પૂજા સાથે થશે દરેક મનોકામના પૂર્ણ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati