New Feature : હવે વોટ્સએપ પર જોઇ શકાશે Instagram Reels, જાણો સમગ્ર વિગત

ટીકટોકને ટક્કર આપવા માટે ઇન્સ્ટાગ્રામે પણ રીલ્સનું ફિચર લોન્ચ કર્યુ હતું. આજના સમયમાં ઘરે ધરે લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે છે, માટે ઇન્સ્ટા રીલ્સને પ્રમોટ કરવા માટે હવે કંપની વોટ્સએપ પર પણ તેને જોવાની વ્યવસ્થા કરી રહી છે.

New Feature : હવે વોટ્સએપ પર જોઇ શકાશે Instagram Reels, જાણો સમગ્ર વિગત
Now Instagram reels will be played in Whatsapp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 4:26 PM

WhatsApp તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લઇને આવે છે. હવે કંપની પોતાના યૂઝર્સ માટે Instagram Reels માટેની એક સુવિધા લઇને આવી રહી છે. હવે વોટ્સએપ પર યૂઝર્સ ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઇ શકશે. આ માટે ફેસબુકે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગ પૂર્ણ થતા જ યૂઝર્સને વોટ્સએપમાં Instagram Reels નું એક ટેબ મળશે તેના પર ક્લિક કરતા જ તેઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઇ શકશે.

એક રિપોર્ટ પ્રમાણે WhatsApp માં યૂઝર્સને ઇન્સ્ટા રીલ્સ માટે એક ટેબ મળશે જેના પર ક્લિક કરતા જ યૂઝર્સને રીલ્સ જોવા મળશે. રિપોર્ટમાં આને લઇને ટેસ્ટિંગ શરૂ થયુ હોવાની વાત પણ કરવામાં આવી છે. આ ફિચર જલ્દી જ રોલ આઉટ થવાની આશા છે. જો કે કંપનીએ આને લઇને કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે આશા છે કે યૂઝર્સને આના માટે વધુ રાહ નહીં જોવી પડે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છેલ્લા દોઢ બે વર્ષની અંદર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. ટીકટોકને ટક્કર આપવા માટે ઇન્સ્ટાગ્રામે પણ રીલ્સનું ફિચર લોન્ચ કર્યુ હતુ. આજના સમયમાં ઘરે ધરે લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે છે. માટે ઇન્સ્ટા રીલ્સને પ્રમોટ કરવા માટે હવે કંપની વોટ્સએપ પર પણ તેને જોવાની વ્યવસ્થા કરી રહી છે.

હાલમાં જ વોટ્સએપે તેના નવા અપડેટમાં View Once નું ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સ કોઇ પણ મેસેજને એક જ વાર જોવા માટે મોકલી શકશે. એટલે કે View Once મોડ પર મોકલવામાં આવેલા ફોટો કે વીડિયોને એક એક જ વાર જોઇ શકાશે પછી તે જાતે જ ડિલીટ થઇ જશે.

આ પણ વાંચો –  WhatsApp New Feature : એક વાર જોયા પછી ડિલીટ થઇ જશે મેસેજ, View Once ફિચર થયુ લોન્ચ

આ પણ વાંચો – valsad: વાપીમાંથી NCB એ મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોના જથ્થા સાથે 2 જણાને ઝડપ્યા, ડ્રગ્સની સાથે 85 લાખની રોકડ પણ જપ્ત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">