સરદાર પટેલે ભારતના મુસ્લિમોને કેમ કહેવુ પડ્યુ કે કૃપા કરીને બે ઘોડા પર સવારી ન કરો- વાંચો
આખરે કેમ મહાત્મા ગાંધીના કહેવા પર સરદાર પટેલે ત્રણ વખત - 1929, 1936 અને 1939માં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું? આખરે કેમ પટેલને વડાપ્રધાન બનાવવાથી ડરતા હતા મહાત્મા ગાંધી? એક કે બે નહીં, પટેલેને તેમણે ચાર વખત પીએમ બનવાથી રોક્યા.

જૂન 1928, ગુજરાતના બારડોલીમાં ખેડૂતો સત્યાગ્રહ કરી રહ્યા હતા. અંગ્રેજોની વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા હતા. આ ખેડૂતોના નેતા હતા વલ્લભભાઈ પટેલ. આ આંદોલનના પડઘા ઈંગ્લેન્ડ સુધી પડ્યા હતા. આ સમયે ખેડૂતોએ એક સૂરમાં કહ્યું, ‘આ માત્ર પટેલ નથી, આ અમારા સરદાર છે, આ સરદાર પટેલ છે.’ પટેલ આદેશ માનતા હતા, તેમ છતાં મહાત્મા ગાંધી તેમને દેશના વડાપ્રધાન બનવા દેવા માંગતા ન હતા. આખરે કેમ? આજે ચર્ચા કરશુ કે આખરે કેમ ગાંધીજીએ સરદાર પટેલને વડાપ્રધાન બનતા રોક્યા. ‘મે પટેલનું સમર્થન ન કરીને હિમાલયથી પણ મોટી ભૂલ કરી”- મૌલાના આઝાદ આઝાદીની લડતના એક જનનાયક અત્યંત લોકપ્રિય નેતા, સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન કેમ ન બની શક્યા? મહાત્મા ગાંધીએ તેમના PM બનવાના માર્ગમાં રોડા કેમ નાખ્યા. આવો જાણીએ. આપને જણાવીએ દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હમણા બન્યુ પરંતુ...
