શું કંગના રનૌતનું લોકસભા સભ્યપદ રદ થશે ? જાણો કઈ બાબત પર હાઈકોર્ટે અભિનેત્રીને મોકલી નોટિસ

બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલથી બીજેપી સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેના સાંસદ વિરૂદ્ધ હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જે બાદ હાઈકોર્ટે તેના વિરુદ્ધ નોટિસ જારી કરી છે.

શું કંગના રનૌતનું લોકસભા સભ્યપદ રદ થશે ? જાણો કઈ બાબત પર હાઈકોર્ટે અભિનેત્રીને મોકલી નોટિસ
Kangana Ranaut Lok Sabha membership
Follow Us:
| Updated on: Jul 25, 2024 | 1:57 PM

બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતના સભ્યપદ વિરુદ્ધ હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગનાનું સંસદ સભ્યપદ રદ કરવાની માગ કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટે કંગનાને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે કંગનાને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.

કંગના વિરુદ્ધ અરજી દાખલ

પિટિશન કરનાર લાઈક રામ નેગીએ કંગના વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કોર્ટ પાસે કંગનાની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. નાયક વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી છે. તેને સમય પહેલા VRS મળી ગયું હતું. નેગીનું કહેવું છે કે તે ચૂંટણી લડવા માંગતો હતો પરંતુ મંડીના ચૂંટણી અધિકારી દ્વારા તેનું નામાંકન પત્ર ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યું હતું.

કંગનાએ 21 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવો પડશે

નેગીની દલીલ છે કે જો તેમનું નોમિનેશન પેપર સ્વીકારવામાં આવ્યું હોત તો તેઓ જીતી ગયા હોત. અરજીમાં લાઈક રામ નેગીએ કોર્ટને અપીલ કરી છે કે કંગનાની ચૂંટણી રદ કરવામાં આવે. તેણે મંડી સીટ પર ફરીથી ચૂંટણીની માંગ કરી છે, નેગીની આ અરજી પર જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગનાને નોટિસ પાઠવીને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

નેગીએ વધુમાં કહ્યું કે નામાંકન દરમિયાન, તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે સરકારી આવાસ માટે જાહેર કરેલ વીજળી, પાણી અને ટેલિફોન માટે કોઈ બાકી પ્રમાણપત્ર કે બિલ પણ આપવું પડશે. આ પ્રમાણપત્ર આપવા માટે તેમને બીજા દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે જ્યારે તેમણે રિટર્નિંગ ઓફિસરને પેપર્સ સોંપ્યા ત્યારે તેમણે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને નામાંકન નામંજૂર કર્યું હતું.

કંગના 74755 વોટથી જીતી હતી

કંગનાએ હિમાચલની મંડીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીના ડો.પ્રકાશ ચંદ્ર ભારદ્વાજ ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારદ્વાજને 4393 વોટ મળ્યા.

g clip-path="url(#clip0_868_265)">