રશિયા, ચીન, ભારતના મજબુત ત્રિકોણથી ટ્રમ્પની વધી ચિંતા, આ વખતની બ્રિક્સમાં અમેરિકાને કાઉન્ટર કરવાની પાંચેય દેશ ઘડશે રણનીતિ?
ટ્રમ્પની બ્રિક્સ માટે જે ધમકી હતી તે કોના માટે હતી. બ્રાઝિલના વડા લુલા ડિસિલ્વા ઓલરેડી ટ્રમ્પથી ભડકેલા છે. બ્રાઝિલ પર ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા સામે તો ભડકેલા છે. ઈન્ડિયા સામે હાલની સ્થિતિથી સહુ વાકેફ છે. ચીન તો પહેલેથી જ અમેરિકાનું કોમ્પિટિટર છે. તો આ પાંચ દેશ એક થઈ રહ્યા છે. પીએમ મોદી ચીન જઈ રહ્યા છે જે દર્શાવે છે ઈન્ડિયા ચીને ઓફિશિયલી ટ્રમ્પના અલ્ટીમેટમને રિજેક્ટ કરી દીધુ છે કે તમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચીન યાત્રા, ડોભાલ ની રશિયા યાત્રા, ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરીફ અને ભારતનો કડકડતો જવાબ, જેની કલ્પના અમેરિકાએ કરી નહોતી. અમેરિકાએ ભારત જેવા સૂતેલા સિંહને જગાડવાનું દુ:સાહસ કર્યુ છે. યસ, આવુ એટલે કહેવાઈ રહ્યુ છે કે છેલ્લા કેટલાય સમયથી ખોટા નિવેદનો આપી રહેલા ટ્રમ્પને આશા નહોતી કે ભારત રિટેલિએશનમાં આવુ કરશે. ટ્રમ્પની ધારણા એવી હતી કે હું તેમને દબાવતો રહીશ, સીઝ ફાયરના નામે કહેતો રહીશ કે મેં કરાવ્યું, મેં કરાવ્યું અને આ લોકો ચુપ રહી જશે. પરંતુ ભારતે સ્પષ્ટ કહ્યું, એવું કહ્યું કે હવે લાગતુ નથી કે ટ્રમ્પ નોબેલની દાવેદારી કરી શકે. આથી હવે ટ્રમ્પને લાગે છે કે જે કામ માટે તે રાષ્ટ્રપતિ બનવા માંગતા હતા કે રશિયા-યુક્રેન યુદ્ધને એક દિવસમાં રોકાવી દઈશ, તે તેમના કાર્યકાળના એક વર્ષ થતા સુધીમાં તો થઈ શક્યુ નથી. આ જ કારણ છે કે તેમણે ભારત પર દબાણ લાવવાના પ્રયાસ કર્યા.
ભારત પર રશિયાને તેલ વેચવાનું દબાણ લાવ્યુ
ટ્રમ્પને જ્યારે ખ્યાલ આવ્યો કે ભારતે અમારા કહેવાની વિરુદ્ધનું કામ કર્યુ છે, નહીંતો યુદ્ધ તો ક્યારનું રોકાઈ ગયુ હોત. ભારત તેલ ખરીદે છે એટલે રશિયાને પૈસા મળે છે, ગોળા બને છે અને દારૂગોળાનો ઉપયોગ યુ્ક્રેન પર થાય છે. ટ્રમ્પની નારાજગીનું કારણ એ છે કે તેમને સીઝફાયરનું તેમનુ જુઠાણુ ખુલ્લુ પડ્યુ તે પસંદ ન આવ્યુ. જેવુ પીએમએ સંસદમાં નિવેદન આપ્યું, તેના તુરંત બાદ એ મહાશયે ભારત પર 25% ટેરિફની ઘોષણા કરી દીધી. તેની સાથે જ કહ્યુ કે પેનલ્ટી પણ લગાવશુ કારણ કે તમે રશિયા સાથે વેપાર કરો છો. આવી સ્થિતિમાં ભારત માટે શક્ય છે કે પહેલાં જ નિર્ણય લે. તે જ થયું. 25% વધારાના ટેરીફની જાહેરાત થઈ. કુલ મળીને ભારત અમેરિકા સામાન મોકલે તો તેને 50% ટેરીફ આપવો પડશે. ટ્રમ્પે 25% વધારાનો ટેરીફ લગાવતા કુલ 50% થયો.
અમેરિકાના 50% ટેરિફથી શું થયુ?
અમેરિકાએ 50% ટેરીફ લગાવ્યો તો શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે? ના બિલકુલ નહીં. આ જ સમયગાળા દરમિયાન અજીત ડોભાલ રશિયાની મુલાકાતે છે અને આશા એવી પણ છે કે તેઓ પુતિનને પણ મળશે. એકતરફ અમેરિકા ધમકાવી રહ્યુ છે કે રશિયા પાસેથી તેલ ન ખરીદો અને ડોભાલ રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે. આ વાત એટલા માટે આવી કે આજ સમયગાળા દરમિયાન એવી પણ હેડલાઈન સામે આવી કે ભારતના પ્રધાનમંત્રી આ મહિનાના અંતે ચીની રાષ્ટ્રપતિને મળવા 6 વર્ષ પછી ચીન જઈ રહ્યા છે. ગલવાન ઘાટીની ઘટના પછી 6 વર્ષ બાદ ચીન જઈ રહ્યા છે. ભારતના PM ની ચીન યાત્રાની ઘોષણા એવા સમયે થઈ રહી છે જ્યારે એકતરફ ટ્રમ્પ ભારતે ધમકાવી રહ્યા છે કે તમારા પર વધુ ટેરિફ લગાવી દઈશુ. આ બધી વાતોમાં એ તો સ્પષ્ટ છે કે તમે જેટલુ દબાણ લાવશો એટલા અમે તમારા વિરોધમાં જઈશુ. તમને રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ચીડ હોય તો અમારા NSA રશિયા પુતિનને મળવા જઈ રહ્યા છે. તમને ચીનથી ચીડ હોય તો અમે ચીન સાથે ઉભા છીએ. ટ્રમ્પ માટે આ સૌથી મોટો સેટબેક છે, જેના પગલે તેમણે ભારત પર 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી.
50 ટકા ટેરિફની ભારત પર શું અસર થશે ?
આ પ્રકારના ટેરીફ કેટલા સમય સુધી રહેશે? ભારત પર શું અસર થશે? ભારતે કેવી રીતે ઉક્સાવી રહ્યુ છે? આ તમામ મુદ્દાઓ પર એક એક કરીને ચર્ચા કરીશું. અમેરિકાએ ભારત પર એટલે વધારાનો ટેરિફ નાખ્યો કારણ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. જો કે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે અને આપણા કરતા વધુ માત્રામાં ખરીદે છે પરંતુ ચીન સામે ટ્રમ્પનું મોં નથી ખૂલતુ. આનાથી તો એ વધુ સ્પષ્ટ થઈ ગયુ કે ટ્રમ્પ કેટલું ખોટું બોલી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાનનું સીઝફાયર તેમણે કરાવ્યું હતું. પરંતુ જ્યારે સત્ય ઉજાગર થયુ તો તેમને હજમ ન થયુ અને એકલા ભારત પર ટેરીફ લગાવી દીધો. જ્યારે અમેરિકા પોતે આ વાતની માંગ કરી રહ્યું છે કે ટ્રમ્પનો નિર્ણય એશિયા પેસિફિકમાં ભારત જેવા મિત્રથી તેમને કેટલું દૂર લઈ જશે? ટ્રમ્પે ભારત પર માત્ર તેનું જુઠાણુ ન ચલાવવા બદલ ટેરિફ લગાવ્યો. જો ભારત ટ્રમ્પનું સિઝફાયરવાળુ જુઠાણુ માની લેતુ, સ્વીકારી લેતુ કે ભારચ-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર ટ્રમ્પે કરાવ્યુ તો તે ભારત પર કોઈ ટેરિફ ન લગાવત, પરંતુ ભારતે જેવી ખુદ્દારી બતાવી તો ટ્રમ્પને આ વાત પસંદ ન આવી. આ જ કારણ છે કે સિલેક્ટીવલી તેણે ભારત પર ટેરિફ લગાવ્યો. ચીનને ટ્રમ્પ નફરત કરે છે છતા તેના પર ટેરિફ ન લગાવી આપણા પર ટેરિફ લગાવી દીધો એવુ કહીને કે તમે રશિયા પાસેથી તેલ ખરીદો છો એટલે તમારા પર પેનલ્ટી પણ લગાવવામાં આવશે. જો કે ભારતને તેનાથી ડરતુ નથી, દુનિયાને ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત રશિયા સાથે ઉભુ છે, બીજો સંદેશ એ પણ છે કે ભારત કોઈની પણ દાદાગીરી સહન નહીં કરે અને તેમના હિતો સાથે કોઈપણ ભોગે સમાધાન નહીં જ કરે. બસ આ જ ઈગો ક્લેશને કારણે ટ્રમ્પ વિફર્યા છે અને ભારત પર 50ટકા ટેરિફની ઘોષણા કરી દીધી છે.
અમેરિકાને ચુકવવી પડશે દોગલાપણાની કિંમત?
અમેરિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ કે રશિયા પાસેથી ભારતના તેલ ખરીદવાથી તેને પૈસા મળે છે, જો કે ભારતે તો પહેલા જ વિશ્વ સમક્ષ એ વાત પહેલા જ કહેવામાં આવી છે કે અમેરિકા પોતે આજે પણ રશિયા પાસેથી સામાન ખરીદે છે અને દુનિયાને મૂર્ખ બનાવે છે. એટલુ જ નહીં યુરોપ આજે પ રશિયા પાસેથી સામાન ખરીદે છે.
આ જ બાબતે જ્યારે અમેરિકાના એક પત્રકારે ટ્રમ્પને એ સવાલ કર્યો કે ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી સામાન ખરીદે છે તો ટ્રમ્પ જવાબમાં કહે છે, એવુ છે? મને ખબર નથી, હું જાણીને કહીશ. દંભીપણાની હદ તો એ છે કે ભારત પર પ્રતિબંધ લગાવવો છે અને ખુદ યુરેનિયમનો જથ્થો રશિયા પાસેથી ખરીદે છે. આજ બાબત તેની બેવડા ધોરણ ઉજાગર કરે છે.
ટ્રમ્પના જુઠાણાએ વર્ષોના ઈન્ડિયા અમેરિકાના સંબંધો પર પાણી ફેરવી દીધુ
અમેરિકાને ઇન્ડો પેસિફિકમાં એક વિશ્વાસુ અને લોંગ સ્ટેન્ડિંગ મિત્ર જોઈએ છે જે ક્યારેય ચીન વિરુદ્ધ અમેરિકાના જૂથમાં સામેલ થાય. બાઈડનના સમયમાં ચીન વિરુદ્ધ ભારતને ખૂબ ખેંચવામાં આવ્યુ કે તમે કવોડમાં આવતા કેમ નથી? આવો આપણે મલાબાર એક્સરસાઇઝ કરીશું, કંઈક એવું કરીશું કે ફિલિપાઇન્સમાં, તાઇવાનમાં જો કોઈ મુશ્કેલી થશે તો આવીશું. બાઇડન સતત પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ લાંબા સમયથી અમેરિકાના એ તમામ પ્રયાસો જે ભારતને સાથે લાવવાના હતા, તેના પર આ ટ્રમ્પે પોતાના એક સીઝફાયરવાળા જુઠાણાને કારણે પાણી ફેરવી દીધું. છેવટે તેમને શાંતિદૂત બનવુ હતુ. નોબેલ પ્રાઈઝ જોઈતો હતો. પરંતુ આપણે જુક્યા નહીં અને કહ્યુ કે અમારા માટે રાષ્ટ્રપ્રેમ જ સર્વોપરી છે.
અજીત ડોભાલ રશિયામાં પુતિન સાથે મુલાકાત કરી શકે
ઉલટાનુ તેનાથી એક કદમ આગળ વધતા ભારતે રશિયાની યાત્રા પર અજીત ડોભાલને મોકલી દીધા. જો કે ડોભાલની આ યાત્રા અચાનક નથી નક્કી થઈ, આ પ્રેકટિસ દર વર્ષે થાય છે જેમા ભારતના NSA રશિયા જાય છે અને રશિયાના વડા ભારત આવે છે. ગત વર્ષે ડોભાલ સપ્ટેમ્બરમાં રશિયા ગયા હતા. તે સમયે મીડિયાએ છાપ્યુ હતુ કે ભારત માટે આ ઘણી અવિસ્મરણીય ક્ષણ છે કે પુતિન ભારતના ṆSAને મળવા માટે આવ્યા, તેમની સાથે ચર્ચા કરી. સામાન્ય રીતે બંને દેશોના સમકક્ષો એકબીજાને મળતા હોય છે જ્યારે અહીં વાત જૂદી છે. પુતિને ભારતના NSA સાથે બેઠક કરી. ભારતના એક સરકારી વ્યક્તિને પુતિન તેમના તમામ પ્રોટોકોલ તોડીને મળ્યા હતા. આથી જ આ તમામ ઘટનાઓ સમાચારોની હેડલાઈન બની હતી. હવે ચર્ચા એ છે કે જ્યારે ગત વર્ષે પુતિને આવુ કર્યુ હતુ તો શક્ય છે કે આ વર્ષે પણ પુતિન ડોભાલ સાથે મુલાકાત કરે.
ભારતના NSA એક મહિનો અગાઉ રશિયા કેમ ગયા?
જો કે ખાસ વાત એ છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ મુલાકાત થઈ હતી. આ વર્ષે ઓગસ્ટમાં થઈ રહી છે. એટલે એક મહિનો પહેલા ડોભાલની રશિયા મુલાકાતનુ અસલી ટ્રીગર માત્રને માત્ર ટ્રમ્પ છે. આથી ભારતે આગળ શું કાર્યવાહી કરવી, તેલની ખરીદી ચાલુ રાખવી, વેપાર કરવો, કઈ રીતે કરવો એ તમામ બાબતે ચર્ચા થઈ રહી છે. પરંતુ અન્ય એક રસપ્રદ બાબત પણ છે કે એક અમેરિકી પ્રતિનિધિ પુતિનને મળવા માટે રશિયા જઈ રહ્યા છે. સ્ટીવ વિટકોફ પણ રશિયામાં છે અને પુતિને મળ્યા છે. જે પુતિન પાસે શાંતિદૂત બનીને પુતિનને સમજાવવા આવ્યા છે. શક્ય છે કે તેમની સાથે પણ ડોભાલની મુલાકાત થઈ જાય. જો કે આ માત્ર અટકળો સેવાઈ રહી છે. અમેરિકાના પ્રતિનિધિ પુતિનને એ સમજાવવા આવ્યા છે કે તમે નહીં સમજો તો અમે ભારતને ડરાવવા ધમકાવવાનું શરૂ કરી દીધુ છે. આ સમયે ડોભાલની રશિયામાં ઉપસ્થિતિ જ એ દર્શાવે છે કે ભારત રશિયા મળીને વિટકોફને એ સંદેશ આપવા માગે છે કે તમે ચિંતા ન કરો, રશિયા-ભારતે તેમનો માર્ગ શોધી લીધો છે.
જેમણે હાલમાં રાહત આપી. તરત અસર ભારત પહોંચી કે સર કહો, આગળ શું કાર્યવાહી કરવી જોઈએ? તમારી સાથે તેલ ખરીદવું, વેપાર કરવો, કઈ રીતે કરવું? ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ પણ રશિયામાં છે અને પુતિનને મળી ગયા છે. અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે સીઝ ફાયર માટે દબાણ કરી રહ્યું છે. ગયા મહિને ટ્રમ્પે 50 દિવસની મુદ્દત પુતિનને સીઝ ફાયર માટે માની લેવા 10-12 દિવસ કરી દીધી. મુદત આ સપ્તાહે પૂર્ણ થવાની છે. પુતિન અસ્થાયી રીતે શત્રુતા રોકી શકે છે. સૈનિકોને ફરીથી સજ્જ કરશે. શું ડોભાલ વિટકોફને પણ મળશે? કહે છે કે યાત્રા દ્વિપક્ષીય છે અને ભારત-રશિયાના મુદ્દાઓ પર કેન્દ્રિત છે. વિટકોફ સાથે કોઈ મુલાકાત થવાની શક્યતા નથી. આ કામ પુતિનની મુલાકાત માટે થઈ રહ્યું છે. 2022 થી પુતિનની મુલાકાત ટાળવામાં આવી રહી છે. ટ્રમ્પે ભારત પર પ્રતિબંધ લગાવી દીધા છે. ટ્રમ્પ ભારત પર 25% વધારાનો ટેરીફ લગાવવાની જાહેરાત કરી છે.
પીએમ મોદી 31 ઓગસ્ટે ચીન જશે
બીજો ભારતે તેના પક્ષમાં જે મોટુ એ કામ કર્યુ કે હાલ અમેરિકા ભારત વિરુદ્ધ જે કાર્યવાહી કરી રહ્યુ છે. એ જ સમયે ભારત દ્વારા મોટી જાહેરાત કરી દેવાઈ કે પીએમ મોદી SCOની સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. SCO ની સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન મોદી ચીનમાં હશે. વર્ષ 2020માં જ્યારે ગલવાન ઘાટીમાં ભારત-ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયુ હતુ તે બાદ પીએમ મોદીની આ પ્રથમ ચીન યાત્રા છે. એ પહેલા તેઓ વર્ષ 2018માં ચીન ગયા હતા. હવે 6 વર્ષ બાદ મોદી ચીન જઈ રહ્યા છે. ચીનની પીએમ મોદીની 6ઠ્ઠી મુલાકાત હશે અને આવુ કરી તેઓ 70 વર્ષમાં પહેલા એવા PM છે જે આટલીવાર ચીન ગયા હોય.
ગલવાન બાદ પુતિન 2024માં જીનપિંગ અને મોદીને એકસાથે લાવવામાં સફળ થયા
ગલવાન બાદ ભારતમાં ચીનને બોયકોટ કરવાનું શરૂ થઈ ગયુ હતુ. ચીનના વિરોધમાં મોમેન્ટમ ઉભુ થઈ ગયુ હતુ. આ જ સમયે અમેરિકા ભારતની સાથે ઉભુ હતુ, પરંતુ પૂતિન જાણતા હતા કે એક ગલવાન ઘટના બાદ ભારત અમેરિકા સાથે જઈ રહ્યુ છે. આથી જ પુતિન સતત ભારત અને ચીનને સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને એ સફળ પણ થયા. ગત વર્ષે તેમણે બ્રિક્સ સમિટ કઝાન રશિયામાં આયોજિત કરાઈ હતી. તેમાં ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાનને એકસાથે લાવવામાં પુતિન સફળ થયા હતા . પીએમ મોદી અને જીનપીંગ 2020 પછી ગત વર્ષે આ પ્રકારે હેન્ડશેક કરતા જોવા મળ્યા હતા.
બ્રિક્સના પાંચેય દેશો ટ્રમ્પ સામે ભડકેલા છે
ટ્રમ્પ જ્યારે આવ્યા ત્યારે તેમને અંદાજો આવી ગયો હતો કે પૂતિન ક્યાંક ને ક્યાંક બ્રિક્સ દેશો, જેમા બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પને આથી જ એક ટ્વીટ કર્યુ હતુ કે, જે આ બ્રિકસ દેશો એવુ વિચારતા હોય કે અમેરિકા વિરુદ્ધ તેઓ કોઈ નવી તરકીબ બનાવી લેશે તો યાદ રાખશો, તેમના પર હું 100 ટકા ટેરિફ લગાવી દઈશ. તેમનો કોઈપણ સામાન ચીનમાં વેચાવા નહીં દઉં.
હવે ભારત ધીરે ધીરે એ દિશામાં આગળ વધી રહ્યુ છે. ટ્રમ્પની બ્રિક્સ માટે જે ધમકી હતી તે કોના માટે હતી. બ્રાઝિલના વડા લુલા ડિસિલ્વા ઓલરેડી ટ્રમ્પથી ભડકેલા છે. બ્રાઝિલ પર ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા સામે તો ભડકેલા છે. ઈન્ડિયા સામે હાલની સ્થિતિથી સહુ વાકેફ છે. ચીન તો પહેલેથી જ અમેરિકાનું કોમ્પિટિટર છે. તો આ પાંચ દેશ એક થઈ રહ્યા છે. પીએમ મોદી ચીન જઈ રહ્યા છે જે દર્શાવે છે ઈન્ડિયા ચીને ઓફિશિયલી ટ્રમ્પના અલ્ટીમેટમને રિજેક્ટ કરી દીધુ છે કે તમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો.
બ્રિક્સના પાંચેય દેશો મળીને અમેરિકાને કાઉન્ટર કરી શકે
એલેકઝાંડર ડુગીન જે પુતિનના દિમાગ તરીકે કામ કરે છે. લાંબા સમયથી પુતિનના વિદેશી મામલાના જાણકાર છે તે કહે છે કે ઈન્ડિયા અને ચીને ટ્રમ્પની ધમકીને બાયપાસ કરી દીધી છે. હાલ ભારત આટલા મોટુ પગલુ લઈ રહ્યુ છે તેની પાછળ મનાઈ રહ્યુ છે કે બ્રિક્સને કોઈકને કોઈક નવી રણનીતિ હશે. સાઉથ આફ્રિકાના વડા લુલા તો પહેલેથી અમેરિકાથી ભડકેલા છે. કૂલ મળીને આ પાંચેય દેશો અમેરિકાથી પ્રતાડિત થયેલા છે અને અમેરિકા વિરુદ્ધ એક થવાનુ પણ વિચારી શકે છે. લુલા તો પહેલેથી જ સંકેત આપી ચુક્યા છે કે હું તો અમેરિકાની વિરુદ્ધમાં જ છુ. મારે વાત કરવી હશે તો મોદી સાથે કરીશ, પુતિન સાથે કરીશ ચીન સાથે કરીશ પરંતુ ટ્રમ્પને તો નહીં જ બોલાવુ. એવા લુલા હોય કે આફ્રિકાના રામાફોસા આ તમામનું મોદીની સાથે હોવુ જ દર્શાવે છે કે આ પાંચેય દેશ મળીને અમેરિકાને કાઉન્ટર કરવાની કોઈ રણનીતિ લાવી શકે છે. ગત વર્ષે જ્યારે બ્રિક્સની બેઠક મળી હતી ત્યારે કઝાનથી એક નક્લી નોટને જારી કરવામાં આવી હતી. જેને બ્રિક્સ કરન્સીના નામે જારી કરવામાં આવી હતી. જેનાથી ટ્રમ્પ હલબલી ગયા હતા. જો આ હકીકત બની જાય તો શું થાય તે જોવા જેવુ છે. હાલ તો બ્રિક્સના પાંચેય ફાઉન્ડીંગ સભ્યો ટ્રમ્પથી ત્રાસેલા છે. આથી તેમની સામે કોઈ નવો માર્ગ શોધી શકે છે.
