West Bengal : કોલકાતાના આ ચા વેચનારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, કિશોર કુમારના ગીતો ગાઈને લોકોને આપે છે ચા, જુઓ VIDEO

કોલકાતામાં એક ચા વેચનારનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિશોર કુમારની જન્મજયંતિ નિમિતે એટલે કે 4 ઓગસ્ટના રોજ તે કિશોર કુમારના (Kishor Kumar)ગીતો ગાઈને લોકોને ચા આપતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં દેખાતા આ વ્યક્તિનું નામ પલટન નાગ છે અને તે કોલકાતાનો રહેવાસી છે.

West Bengal : કોલકાતાના આ ચા વેચનારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, કિશોર કુમારના ગીતો ગાઈને લોકોને આપે છે ચા, જુઓ VIDEO
Paltan Nag (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:07 AM

West Bengal : પશ્ચિમ બંગાળના કોલકાતામાં (Kolkata)પ્રેસિડેન્સી યુનિવર્સિટી અને ઇન્ડિયન કોફી હાઉસથી લગભગ 300 મીટર દૂર ચાની દુકાન હાલ ચર્ચામાં આવી છે. આ ટી સ્ટોલ પર કિશોર કુમારના ગીતો સાથે ગ્રાહકોને ચા પીરસવામાં આવે છે.

આપને જણાવવું રહ્યું કે, કોલકાતાના આ ચા વેચનારનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ વિડીયો માત્ર 3 મિનિટનો છે. જેમાં, તે કિશોર કુમારની (Kishor Kumar) 92 મી જન્મજયંતિ પર ગીતો ગાતા જોવા મળ્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પલટન નાગે (Paltan Nag)જણાવ્યું હતું કે, સંગીત મારો પહેલો અને એકમાત્ર શોખ છે અને હું હંમેશા કિશોર કુમાર જેવો સંગીતકાર બનવા માંગતો હતો, પરંતુ નાની ઉંમરે પિતાના અવસાન બાદ મને આ ચાના સ્ટોલની(Tea Stall)  જવાબદારી ઉપાડવી પડી.વધુમાં નાગે જણાવ્યું કે, 7 લોકોના પરિવારમાં એકલા કમાવાને કારણે મારે આ ચાના વ્યવસાય(Profession)  પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું, પરંતુ હું ક્યારેય સંગીતથી દૂર થઈ શક્યો નહિ.તેમણે વધુમાં કહ્યું કે, મને મારા ગ્રાહકો તરીકે નવા પ્રેક્ષકો મળ્યા છે તેમજ તેમનું મનોરંજન (Entertainment) કરવામાં મને ઘણો આનંદ મળે છે.

 ચાના સ્ટોલની જવાબદારી સંભાળવી પડી : પલટન નાગ

પલટન નાગ કિશોર કુમારનો મોટો ચાહક છે અને તે તેમને ભગવાનની માને છે. તેણે કહ્યું કે, તેણે ખૂબ જ નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું,પરંતુ તેના માતાપિતા તેના માટે સંગીતનું શિક્ષણ આપી શક્યા ન હતા. નાગે કહ્યું કે, 70 ના દાયકાના અંતમાં, હું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગાતો હતો અને કિશોર કુમારની શૈલીમાં ગીતો ગાવાથી પ્રખ્યાત થયો. આ ઉપરાંત તેમણે ઘણા સ્ટેજ શોમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતુ પરંતુ મારા પિતાનું અવસાન થતા ઘરની જવાબદારી માથે આવી,જેને કારણે સંગીતમાં કારકિર્દી કરી શક્યો નહિ.

આ પણ વાંચો:Monsoon Session 2021: પેગાસસ અને કુષિ કાયદાને લઈને કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો, કહ્યું “મિસ્ટર મોદી, અમારું સાંભળો”

આ પણ વાંચો: IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">