Monsoon Session 2021: પેગાસસ અને કુષિ કાયદાને લઈને કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો, કહ્યું “મિસ્ટર મોદી, અમારું સાંભળો”

રાજ્યસભા ટીવીની ક્લિપમાંથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલા નિવેદનો જોવા મળી રહ્યા છે.જેમાં કુષિ કાયદા અને પેગાસસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Monsoon Session 2021: પેગાસસ અને કુષિ કાયદાને લઈને કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો, કહ્યું મિસ્ટર મોદી, અમારું સાંભળો
congress released video on pegasas and agriculture Law
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:02 AM

Monsoon Session 2021 : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પેગાસસ (Pegasus) અને કુષિ કાયદા જેવા મુદ્દાઓ પર વિપક્ષની ચર્ચા હંમેશા ચાલુ રહે છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કરીને એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પીએમ મોદીને તેમની વાત સાંભળવાની અપીલ કરવામાં આવી છે. રવિવારે રિલીઝ (Release) થયેલા 3 મિનિટના આ વીડિયોનું ટાઈટલ છે, “મિસ્ટર મોદી, અમારું સાંભળો”

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge)આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે લખ્યું કે, “એવું લાગી રહ્યું છે કે PM નરેન્દ્ર મોદી ડરી ગયા છે, એટલે સંસદમાં(Parliament)  પ્રશ્નોના જવાબ આપવાનું વલણ ધરાવતા નથી.” વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાં ચર્ચા માટે વિપક્ષ પાર્ટીઓ તૈયાર છે પરંતુ સત્ય લોકો સુધી ન પહોંચે તે માટે ભાજપ સરકાર કાર્યવાહી અટકાવી રહી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રાજ્યસભા ટીવીની(Rajya sabha ) ક્લિપમાંથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલા નિવેદનો જોવા મળી રહ્યા છે. વિડીયોની શરૂઆત કુષિ કાયદા અને પેગાસસ જેવા શબ્દોથી કરવામાં આવી છે.

ઉપરાંત આ વિડીયોમાં મલ્લિકાર્જુન ખડગે કહેતા જોવા મળે છે કે, “અમે છેલ્લા 14 દિવસથી ચર્ચાની માંગણી કરી રહ્યા છીએ ,પરંતુ સરકાર ચર્ચાને મંજૂરી નથી આપી રહ્યા” .વધુમાં તેમણે જણાવ્યું કે, જો તમારી પાસે હિંમત છે, તો હવે પેગાસસની ચર્ચા શરૂ કરો.

અન્ય સાંસદોએ શું કહ્યું?

બીજી ક્લિપમાં RJDના રાજ્યસભા સાંસદ મનોજ ઝા કહેતા જોવા મળી રહ્યા છે કે, “પેગાસસ દરેકના ઘરે પહોંચી ગયું છે. આપણે આ અંગે ચર્ચા કરવી પડશે. ” ઉપરાંત કોંગ્રેસના દિપીન્દર હુડાએ કૃષિ કાયદાનો (Agriculture law)મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે જો તેનો “માઇક્રોફોન બંધ કરવામાં ન આવે તો તેઓ વાત કરવા માંગશે.

આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, CPIએ સરકાર પર સંસદીય લોકશાહી “ચોરી” કરવાનો આરોપ લગાવ્યો અને TMC ના સુખેન્દુ શેખર રોયે(Sukhendar Roy)  “સંસદમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા” નો મુદ્દો ઉઠાવ્યો. ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ ગૃહનું આયોજન ન થયું ત્યારે બિલ પસાર (Bill) કરાવવા માટે સરકારની ટીકા કરી હતી. વીડિયોમાં રજૂ કરાયેલા અન્ય પક્ષોમાં સમાજવાદી પાર્ટી, ટીઆરએસ, ડીએમકે અને આપનો (AAP)સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

આ પણ વાંચો: Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">