AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરમજનક! રીલનો આ કેવો નશો? માતાએ iPhone ખરીદવા વેચી દીધો 8 મહિનાનો પુત્ર, જાણો સમગ્ર મામલો

એક માતાએ મોંઘો આઇફોન (iPhone) ખરીદવા માટે તેના 8 મહિનાના બાળકને વેચી દીધો. તે મહિલા ફોનથી રીલ બનાવવા માંગતી હતી. આ મામલો પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણાનો છે.

શરમજનક! રીલનો આ કેવો નશો? માતાએ iPhone ખરીદવા વેચી દીધો 8 મહિનાનો પુત્ર, જાણો સમગ્ર મામલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 6:09 PM
Share

આ સમયે લોકોને રીલ (Reels) બનાવવાની એવી લત લાગી ગઈ છે, જેના માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. એક માતાએ મોંઘો આઇફોન (iPhone) ખરીદવા માટે તેના 8 મહિનાના બાળકને વેચી દીધો. તે મહિલા ફોનથી રીલ બનાવવા માંગતી હતી. આ મામલો પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણાનો છે. જેમણે પણ આ સમાચાર સાંભળ્યા તે આશ્ચર્યચકિત થયા. હાલ પોલીસે બાળકને કબજે કરી લીધો છે અને માતાની ધરપકડ કરવામાં આવી છે.

લોકોની શંકા વધુ ઘેરી બની

આ દંપતિ પાણીહાટીના રહેવાસી છે અને આર્થિક સ્થિતિ સારી ન હતી. અચાનક જ્યારે લોકોએ તેમના હાથમાં મોંઘો સ્માર્ટ ફોન જોયો તો તેઓ તેને પચાવી શક્યા નહીં. આરોપી મહિલા રીલ બનાવવા માટે ઘણી જગ્યાએ ફરતી હતી, તેનાથી લોકોની શંકા વધુ ઘેરી બની હતી.

પૈસાની લાલચમાં બાળક અન્ય દંપતિને વેચ્યું

પડોશીઓએ જોયું તો જાણવા મળ્યું કે બાળક ઘણા દિવસોથી ગુમ છે. ત્યારબાદ તેઓએ દંપતીને પૂછ્યું કે તમારું બાળક ક્યાં છે. તે જણાવવા માંગતા ન હતા, પરંતુ દબાણ કરવામાં આવતા કહ્યું કે પૈસાની લાલચમાં બાળક અન્ય દંપતિને વેચ્યું છે.

પોલીસે બાળકને બચાવી લીધો

પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે. એક મહિલા પાસેથી બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જોકે પોલીસે મીડિયા સામે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ કે જ્યાં સુધી તપાસ આગળ વધે ત્યાં સુધી આ અંગે કંઈ કહી શકાય નહીં. આરોપી મહિલા અને તેનો પતિ જયદેવને 7 વર્ષની પુત્રી અને 8 માસનો પુત્ર છે.

આરોપી મહિલાની તેના સસરા સાથે લડાઈ

આરોપી મહિલાની તેના સસરા સાથે લડાઈ થઈ હતી. ત્યારબાદ પોલીસે સાસુ અને સસરાની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના પછી બાળક દેખાતું નહોતું અને આરોપી મહિલા પાસે અચાનક એક મોંઘો મોબાઈલ હતો. સ્થાનિક કોર્પોરેટર તારક ગુહાએ કહ્યું કે, છોકરાને વેચ્યા બાદ જયદેવે શનિવારે મધરાતે છોકરીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ અંગે પોલીસને જાણ કરી અને પોલીસે જયદેવની ધરપકડ કરી.

આ પણ વાંચો : Seema Haidar: સીમા હૈદર સચિનનું ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા લાગી, પતિ અને સાસરિયાઓથી બનાવી દૂરી

તેમણે કહ્યું કે પોલીસે ગુમ થયેલ 8 મહિનાના બાળકને શોધી કાઢ્યું છે. પ્રિયંકા ઘોષે બાળકને ખરીદ્યો હતો. બાળકને બચાવવાની સાથે પ્રિયંકાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બાળક ગરીબીને કારણે વેચવામાં આવ્યું હતું કે નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">