AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: મણિપુર બાદ બંગાળમાં માનવતા શર્મસાર…ચોરીના આરોપમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરીને માર માર્યો

બીજેપી નેતાનો આરોપ છે કે આ સનસનાટીભરી ઘટના માલદાના બામણગોલા પોલીસ સ્ટેશનના પાકુહાટમાં બની હતી. અહીં દર મંગળવારે બજાર ભરાય છે. બે મહિલાઓને બજારમાં ચોરી કરીની આશંકામાં પકડવામાં આવી હતી અને બજાર વચ્ચે નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો.

West Bengal: મણિપુર બાદ બંગાળમાં માનવતા શર્મસાર...ચોરીના આરોપમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરીને માર માર્યો
Humanity is a shame in Bengal after Manipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:26 PM
Share

મણિપુર બાદ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો છે. તે મહિલાઓને ચોરીના આરોપમાં માર મારવામાં આવ્યો છે. બંગાળ બીજેપીના કેન્દ્રીય સહ પ્રભારી અમિત માલવિયાએ સમગ્ર ઘટના અંગે ટ્વિટ કરીને મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જો કે, TV9 ગુજરાતી આ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતુ નથી.

ચોરીની શંકાએ મહિલાને નિર્વસ્ત્ર કરી માર માર્યો

બીજેપી નેતાનો આરોપ છે કે આ સનસનાટીભરી ઘટના માલદાના બામણગોલા પોલીસ સ્ટેશનના પાકુહાટમાં બની હતી. અહીં દર મંગળવારે બજાર ભરાય છે. બે મહિલાઓને બજારમાં ચોરી કરીની આશંકામાં પકડવામાં આવી હતી અને બજાર વચ્ચે નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો.

અમિત માલિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે મારપીટ થઈ રહી છે. કોઈના હાથમાં ચંપલ છે. કોઈ મુઠ્ઠી ભરી વાળ ખેંચી રહ્યું છે. કેટલાક લોકો દૂરથી બૂમો પાડી રહ્યા છે કે , “હવે મારશો નહીં.

ભાજપના કેન્દ્રીય સહ-પ્રભારી અમિત માલવિયાએ ટ્વીટ કર્યું, “પશ્ચિમ બંગાળમાં આતંકવાદ સતત તબાહી મચાવી રહ્યો છે. માલદાના બામંગોલા પોલીસ સ્ટેશનના પાકુઆ હાટ વિસ્તારમાં બે આદિવાસી મહિલાઓને ચોરી કરવાની આશંકાએ નિર્વસ્ત્ર કરવામાં આવી અને અત્યાચાર ગુજારવામાં આવ્યો તે સાથે જ નિર્દયતાથી માર મારવામાં આવ્યો, જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી.”

પશ્ચિમ બંગાળમાં આતંકવાદે મચાવી તબાહી- અમિત માલવિયા

તેમણે કહ્યું કે આ ભયાનક ઘટના 19મી જુલાઈની સવારે બની હતી. મહિલા સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી સમુદાયની હતી અને ઉગ્ર ટોળાએ દરીંદગીના હદ વટાવીને મહિલાને નિર્વસ્ત્ર કરીને મારી. આ પણ એક દુર્ઘટના જ હતી. જે બાદ મમતા બેનર્જીનું હૃદય ‘તૂટવું’ જોઈતુ હતુ અને તેઓ માત્ર ગુસ્સે થવાને બદલે પગલાં લેવા જોઈતા હતા, કારણ કે તે બંગાળના સીએમ છે.

તેમણે ન તો આ ઘટનાની નિંદા કરી કે ન તો દુઃખ અને વેદના વ્યક્ત કરી કારણ કે જો તે તેમ કરેત તો તેનાથી મુખ્યમંત્રી તરીકેની તેમની પોતાની નિષ્ફળતા છતી થઈ હોત.

લોકેટ ચેટર્જીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો

બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ ટ્વીટ કર્યું, “તે રાજ્યોની વાત નથી કે મણિપુર હોય કે પશ્ચિમ બંગાળ, આ દેશની દરેક દીકરી રાજકારણ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સન્માનને પાત્ર છે. આવશ્યક પુરાવા મુજબ, પશ્ચિમ બંગાળના માલદામાં મહિલાઓ પર કેવી રીતે અત્યાચાર થાય છે તેના આઘાતજનક અને ભયાનક દ્રશ્યો અહીં છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંગાળમાં મહિલાઓ પર હિંસાનો આરોપ લગાવતા લોકેટ ચેટર્જી ભાવુક થઈ ગયા હતા અને કેમેરામાં રડતા જોવા મળ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">