AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: મુંબઈ અને દિલ્હીની મુલાકાત બાદ CM મમતા બેનર્જી 20 ડિસેમ્બરે આસામ જશે, 21 ડિસેમ્બરે મેઘાલયના પ્રવાસે

તાજેતરમાં મેઘાલયમાં કોંગ્રેસના (Congress) 12 ધારાસભ્યો TMC માં જોડાયા હતા. મેઘાલયમાં ટીએમસી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

West Bengal: મુંબઈ અને દિલ્હીની મુલાકાત બાદ CM મમતા બેનર્જી 20 ડિસેમ્બરે આસામ જશે, 21 ડિસેમ્બરે મેઘાલયના પ્રવાસે
Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:48 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી સમગ્ર દેશમાં ટીએમસીના (TMC) વિસ્તરણમાં વ્યસ્ત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) મુંબઈ અને દિલ્હીની મુલાકાત લીધા બાદ હવે આસામના (Assam) પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. સીએમ મમતા બેનર્જી 20 ડિસેમ્બરે આસામની મુલાકાત લેશે. ત્યાં 21 ડિસેમ્બરે સવારે કામાખ્યા મંદિરમાં માતાજીની પૂજા કરશે. ગુવાહાટીમાં મા કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ તે મેઘાલય (Meghalaya) જશે અને મેઘાલયમાં પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ બનાવશે.

તાજેતરમાં મેઘાલયમાં કોંગ્રેસના (Congress) 12 ધારાસભ્યો TMC માં જોડાયા હતા. મેઘાલયમાં ટીએમસી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. આ પહેલા, CM મમતા બેનર્જી 15મી ડિસેમ્બરે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 16મી ડિસેમ્બરે દક્ષિણ કોલકાતાની ચૂંટણી માટે ઉત્તર કોલકાતાના TMC ઉમેદવારોના સમર્થનમાં ફૂલબાગનમાં સભાને સંબોધશે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ સીએમ મમતા બેનર્જી મુંબઈ અને દિલ્હીના પ્રવાસ પરથી પરત ફર્યા છે અને 13 ડિસેમ્બરે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીનો ગોવા પ્રવાસ પ્રસ્તાવિત છે. ટીએમસીએ ગોવામાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને ગોવામાં ટીએમસી પાર્ટીને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે.

મમતા બેનર્જી પહેલીવાર મેઘાલયના પ્રવાસે જશે મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા બાદ મમતા બેનર્જીની મેઘાલયની આ પ્રથમ મુલાકાત હશે. ટીએમસીએ મેઘાલયના ધારાસભ્ય ચાર્લ્સ પિન્ગ્રોપને મેઘાલય ટીએમસીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે પૂર્વ સીએમ મુકુલ સંગમા વિધાનસભામાં ટીએમસી ધારાસભ્ય પક્ષના નેતા છે. આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી મેઘાલયમાં પાર્ટીના વિસ્તરણ માટે નીતિ બનાવશે.

મેઘાલયના નેતાઓ સાથે બેઠક કરી હતી તાજેતરમાં મેઘાલયના ટીએમસી નેતાઓ કોલકાતા આવ્યા હતા અને કોલકાતામાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ મુકુલ સંગમાએ કહ્યું હતું કે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે એક એવી પાર્ટીની રચના કરવામાં આવે જે સમગ્ર દેશમાં સ્પર્ધા કરી શકે અને લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકે. દેશની જનતા એવી રાજકીય સત્તા ઈચ્છે છે જે ભાજપને ટક્કર આપી શકે.

આ પણ વાંચો : જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચો : ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">