AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

આ દુર્ઘટના મેટ્ટાપલયમ નજીક બુર્લિયાર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ અકસ્માત બાદ અન્ય વાહનોને સ્થળ પર બોલાવી નશ્વરદેહ મોકલવામાં આવ્યો છે.

જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ
Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:19 PM
Share

CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat), તેમની પત્ની અને અન્ય 11 જવાનોના પાર્થિવ દેહને લઈ જતું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટના મેટ્ટાપલયમ નજીક બુર્લિયાર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ અકસ્માત બાદ અન્ય વાહનોને સ્થળ પર બોલાવી નશ્વરદેહ મોકલવામાં આવ્યો છે. તમિલનાડુમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં (MI 17 Helicopter)  કુલ 14 લોકો સવાર હતા.

તમિલનાડુના (Tamil Nadu) કુન્નુરમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં (Helicopter Crash) સવાર તમામ લોકોના મૃતદેહને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા તમામ 13 મૃતદેહોને સુલુરથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સુલુરથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર એલએસ લિડર સહિત ચાર મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે સાંજે પાલમ ટેકનિકલ વિસ્તારમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય કર્મચારીઓના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહી શકે છે.

આ પ્લેન સાંજે લગભગ 8:00 વાગે દિલ્હીમાં ઉતરશે. કહેવામાં આવ્યું છે કે તમામ મીડિયાકર્મીઓને સાંજે 7 વાગ્યા સુધીમાં એરફોર્સ સ્ટેશન પાલમના કુરિયર ગેટ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. 7.15 વાગ્યા સુધીમાં દરવાજા બંધ કરી દેવામાં આવશે.

એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે સાથે જ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં પોતાના સંબોધનમાં આ જાણકારી આપી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ટ્રાઈ સર્વિસ ટીમને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેનું નેતૃત્વ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ટ્રેનિંગ કમાન્ડ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરશે.

રાજનાથ સિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : CDS રાવત અને તેમની પત્ની સહિત 4 મૃતદેહોની ઓળખ થઈ, પાર્થિવ શરીર દિલ્હી પહોંચ્યા બાદ પીએમ અને રક્ષા મંત્રી પાલમમાં શ્રદ્ધાંજલિ આપી શકે છે

આ પણ વાંચો : ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">