7મા ચરણમાં વારાણસી બેઠક પર વોટિંગ, અરવિંદ કેજરીવાલના એક નિર્ણયથી નરેન્દ્ર મોદીના નામે પડશે વધારે મત
ચૂંટણીનો શંખ પણ ફૂંકાઈ ગયો અને આવતીકાલે તેનું છેલ્લું ચરણ પણ પૂરુ થઈ જશે. ત્યારે છેલ્લા ચરણમાં ખુદ PM મોદી પણ વારાણસીથી ઉમેદવાર છે. ત્યારે એક ગણિત મુજબ PM મોદીને 2014થી વધારે મતો મળવાની પૂરી શક્યતા છે. 2014માં વારણસી બેઠકનું ગણિત કંઈક આવુ હતું. આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મુસ્લિમ વોટબેંક તો કોંગ્રેસ […]

ચૂંટણીનો શંખ પણ ફૂંકાઈ ગયો અને આવતીકાલે તેનું છેલ્લું ચરણ પણ પૂરુ થઈ જશે. ત્યારે છેલ્લા ચરણમાં ખુદ PM મોદી પણ વારાણસીથી ઉમેદવાર છે. ત્યારે એક ગણિત મુજબ PM મોદીને 2014થી વધારે મતો મળવાની પૂરી શક્યતા છે. 2014માં વારણસી બેઠકનું ગણિત કંઈક આવુ હતું.

2014માં ભાજપના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી હતા જેમને 5 લાખ 81 હજાર 022 મત મળ્યા હતા. તો AAP પાર્ટીમાંથી ઉમેદવાર કેજરીવાલને 2 લાખ 92 હજાર 38 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના પરંપરાગત ઉમેદવાર અજય રાયને 75,614 વોટ મળ્યા હતા. પરંતુ આ વખતે મોદીની વિરુદ્ધ કોઈ દિગ્ગજ નેતા જંગમાં ઉભા નથી. ત્યારે પંડીતોનું ગણિત કહે છે કે, કેજરીવાલ અથવા કોઈ મોટા નેતાએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી તેનો સીધો ફાયદો મોદીજીને થવાનો છે. એટલે ગત ચૂંટણીથી વધારે મત મળી શકવાની પૂરી શક્યતા છે.

અંતિમ તબક્કાની ચૂંટણી અંગે જોવામાં આવે તો, 8 રાજ્યમાં મતદાન યોજાવાનું છે. જેમાં 59 બેઠક પર 918 ઉમેદવારો રેસમાં છે. જોકે ચૂંટણી પ્રચાર તો શુક્રવારે જ બંધ થઈ ગયો છે. બંગાળમાં હિંસાના પગલે એક દિવસ અગાઉ જ ચૂંટણી પ્રચાર રોકી દેવાયો છે. મહત્વની વાત છે કે PM મોદી જે વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં પણ આવતીકાલે મતદાન યોજાવાનું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
