Viral Video : નેશનલ પાર્કમાં જોવા મળ્યું દુર્લભ હરણ, ઉંદર જેવા દેખાવ ધરાવતુ પ્રાણીનો વીડિયો કેમેરામાં થયો કેદ
Rare mouse deer : કાંગેર વૈલી પાર્કમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ટ્રેપ કેમેરામાં દુનિયાની સૌથી નાની પ્રજાતિના હરણની તસ્વીરો કેદ થઈ છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Kanger Valley National Park : છત્તીસગઢના બસ્તર સ્થિત કાંગેર વેલી નેશનલ પાર્કમાં વધુ એક દુર્લભ વન્યજીવ જોવા મળ્યું છે. આ વન્યજીવને જોઈને નેશનલ પાર્કના અધિકારીઓના ખુશીની લહેર જોવા મળી રહી છે. કાંગેર વૈલી પાર્કમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ટ્રેપ કેમેરામાં દુનિયાની સૌથી નાની પ્રજાતિના હરણની તસ્વીરો કેદ થઈ છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ભારતમાં જોવા મળતી હરણની 12 પ્રજાતિઓમાં આ ‘માઉસ ડિયર’ સૌથી નાના હરણ સમૂહનો ભાગ છે. આ માઉસ ડિયરમાં ઉંદર, ભૂંડ અને હરણનું મિશ્રણ જોવા મળે છે. કાંગેર વેલી નેશનલ પાર્કમાં હવે આ દુર્લભ વન્યજીવનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે. જંગલમાં લાગેલી આગ, અતિક્રમણ અને શિકારને કારણે ઈન્ડિયન માઉસ ડિયરની વસ્તી ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહી છે. જણાવી દઈએ કે ઈન્ડિયન માઉસ ડિયરનું વજન 3 કિલો હોય છે.
આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો
આ રહ્યો એ દુર્લભ હરણનો વીડિયો
#WATCH छत्तीसगढ़: कांगेर घाटी राष्ट्रीय उद्यान में हिरण की दुर्लभ प्रजाती ‘माउस डियर’ पाई गई है। भारत में पाए जाने वाले हिरणों की 12 प्रजातियों में से माउस डियर विश्व में सबसे छोटे हिरण समूह में से एक है। pic.twitter.com/HgK8SxgHPj
— ANI_HindiNews (@AHindinews) May 31, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવુ પ્રાણી પહેલા ક્યારેય નથી જોયું. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો દુર્લભ પ્રાણી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ હરણ છે કે ઉંદર છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





