Video: પ્રજાસતાક દિન 2023ની પરેડમાં આવી હશે ગુજરાતની ઝાંખી, જુઓ ઝાંખી સાથે કલાકારોનો ડાન્સ

Tableau of Gujarat : ભારતની રાજધાની દિલ્હીમાં 26મી જાન્યુઆરીના પ્રજાસતાક દિનની તડામાર તૈયારી ચાલી રહી છે. ભારતીય સેનાના જવાનો હાલમાં કડકડતી ઠંડી વચ્ચે પ્રજાસતાક દિનની પરેડની તૈયારી કરી રહ્યા છે.

Video: પ્રજાસતાક દિન 2023ની પરેડમાં આવી હશે ગુજરાતની ઝાંખી, જુઓ ઝાંખી સાથે કલાકારોનો ડાન્સ
Tableau of Gujarat Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 9:23 PM

દર વર્ષે દિલ્હીના રાજપથ અને હાલના કર્તવ્ય પથ પર પ્રજાસતાક દિનની પરેડમાં દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળે છે. દરેક રાજ્ય હાલમાં પોતાની ઝાંખી બનાવવામાં વ્યસ્ત હતા. આજે તમામ રાજ્યોની ઝાંખી સાથે કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી હતી. આ રિહર્સલમાં ગુજરાતની ઝાંખી સાથે કલાકારો ગરબા કરતા પણ જોવા મળ્યા હતા.

ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા.26 જાન્યુઆરી, 2023ના રોજ નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ”ક્લાઈમેટ ચૅન્જ”ના કારણે પૂર, ભૂ સ્ખલન, ત્સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, જેની ગંભીર ચિંતા ચાલુ વર્ષે United Nations Climate Change Conference or Conference of the Parties of the UNFCCC દ્વારા કરવામાં આવી છે.

આ રહ્યો ગુજરાતની ઝાંખીનો વીડિયો

પૃથ્વીના વાતાવરણને શુદ્ધ અને હરિયાળું રાખવા તથા UN Sustainable Development Goals (SDG) ના Affordable and Clean Energyના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પુનઃ પ્રાપ્ય અને બિનપરંપરાગત ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરવાનું ગુજરાતે બીડું ઝડપ્યું છે. ગુજરાતે વર્ષ-2009માં ”ક્લાઈમેટ ચૅન્જ”નો એક અલાયદો વિભાગ બનાવીને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત : પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે.

પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ !

જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે; તે મોઢેરા ગામ BESS મારફતે દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.

આ સાથે PM KUSUM  યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંકીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ સુશ્રી અવંતિકાસિંઘ ઔલખ, માહિતી નિયામકશ્રી આર.કે.મહેતા, અધિક નિયામકશ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહયા છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગા કરી રહયા છે.આ ઝાંખી મારફતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાતે Net Zero Emission તથા Affordable and Clean Energy ના ઉપયોગ વડે વિશ્વનું માર્ગદર્શક બની રહે તેવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે.

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">