AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતમાં હવે તમામ સિરપના વેચાણ પર પ્રતિબંધ? ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ મળશે- જુઓ Video

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો આદેશ કર્યો છે કે હવે કફ સિરપ સહિત તમામ પ્રકારના સિરપ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. આ નિર્ણયને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે આવકાર્યો છે. આ નિર્ણય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણો સારો સાબિત થશે.

Breaking News : ભારતમાં હવે તમામ સિરપના વેચાણ પર પ્રતિબંધ? ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ મળશે- જુઓ Video
india government bans cough syrup without prescriptionImage Credit source: chatgpt
| Updated on: Jun 16, 2026 | 12:42 PM
Share

દેશભરમાં દવાઓના વેચાણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે કફ સિરપ સહિત કોઈપણ પ્રકારનો સિરપ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાશે નહીં. સરકારના આ આદેશ બાદ “ઓવર ધ કાઉન્ટર” એટલે કે સીધા કાઉન્ટર પરથી સિરપ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

કફ સિરપ વેચાણ પર પ્રતિબંધ

અત્યાર સુધી ઘણા લોકો સામાન્ય ઉધરસ, શરદી કે અન્ય તકલીફ માટે મેડિકલ સ્ટોર પર જઈને સીધુ સિરપ ખરીદી લેતા હતા. પરંતુ હવે આ રીત બંધ થવા જઈ રહી છે. હવેથી દર્દીએ પહેલા ડોક્ટરની સલાહ લેવી પડશે અને ત્યારબાદ મળેલા માન્ય પ્રિસ્ક્રિપ્શનના આધારે જ સિરપ ખરીદી શકાશે. સરકારનું માનવું છે કે દવાઓનો બિનજરૂરી અને ખોટો ઉપયોગ અટકાવવા માટે આ પગલું જરૂરી બન્યું છે.

કેમિસ્ટ એસોસિએશનને સરકારના આ નિર્ણયને આવકાર્યો

અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અમિતભાઈ પટેલે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય થોડો મોડો આવ્યો હોવા છતાં જનહિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના જણાવ્યા મુજબ દવાઓનો ઉપયોગ હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અનુસાર જ થવો જોઈએ, કારણ કે ખોટી દવા અથવા વધુ માત્રામાં લેવાતી દવા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

કેમિસ્ટ પહેલાથી જ નિયમોનું પાલન કરે

અમિતભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે મોટા ભાગના કેમિસ્ટ પહેલાથી જ નિયમોનું પાલન કરે છે અને પ્રિસ્ક્રિપ્શન વગર ગંભીર દવાઓ વેચતા નથી. ખાસ કરીને કોડીન ધરાવતા કફ સિરપ જેવી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જોકે કેટલાક સ્થળોએ નિયમોના ભંગની ફરિયાદો સામે આવતી હોવાથી સરકારે હવે સમગ્ર દેશમાં વધુ કડક વલણ અપનાવ્યું છે.

સરકારના આ નવા આદેશનો મુખ્ય હેતુ

દવાઓના દુરુપયોગને રોકવાનો, નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને દવા વેચાણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો છે. હવે કોઈપણ વ્યક્તિ મેડિકલ સ્ટોર પર જઈને મનપસંદ સિરપ ખરીદી શકશે નહીં. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવવું ફરજિયાત રહેશે.

આથી નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જો તમને ઉધરસ, શરદી અથવા અન્ય કોઈ તકલીફ હોય તો સીધા સિરપ લેવાને બદલે ડોક્ટરની સલાહ લો. કારણ કે હવે નિયમ સ્પષ્ટ છે, પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ નહીં મળે અને નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

ધાર્મિક ધરોહરનું કાયદાકીય કવચ! સાળંગપુર હનુમાનજી મંદિરના નામ અને સ્વરૂપોની બૌદ્ધિક સંપત્તિ તરીકે થઇ નોંધણી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
g clip-path="url(#clip0_868_265)">