AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand : કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર

ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા થઈ રહી છે.

Uttarakhand : કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 11:24 AM
Share

કેદારનાથ ધામમાં આજે સવારથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભક્તો વરસાદમાં છત્રી લઈને દર્શન માટે પોતાના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘંટનાદનો અવાજ પણ એટલી જ જોર થઈ રહ્યો છે. આ ઘંટનાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની પોલીસની અપીલ

જણાવી દઈએ કે બાબા કેદારનાથ ધામમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઈ છે. કેદારનાથ ધામમાં સતત બે અઠવાડિયાથી દરરોજ વરસાદની સાથે બરફ પડી રહ્યો છે. તેવા જ સમયે, ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. ઉપરાંત, ઇમરજન્સી મદદ માટે 112 નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. જેથી સમયસર મદદ મળી શકે.

પોલીસે મુસાફરોને હવામાનની માહિતી આપી

જણાવી દઈએ કે પૌડી જિલ્લાના શ્રીનગરમાં ગત દિવસે ભારે વરસાદને કારણે પોલીસે મુસાફરોને દેવપ્રયાગ, શ્રીનગર, કીર્તિનગરથી આગળ ન જવાની અપીલ કરી હતી. આ સાથે પોલીસે જાહેરાત કરીને મુસાફરોને હવામાનની માહિતી આપતી જોવા મળી હતી. જેથી કરીને યાત્રિકો ચારધામની સલામત યાત્રા કરી શકે.

રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ

તે જ સમયે, પોલીસની અપીલની અસર પણ જોવા મળી હતી, ત્યારબાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીનગર, દેવપ્રયાગ અને કીર્તિનગરમાં રોકાયા હતા. આ સાથે જ રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

કેદારનાથ ધામમાં છેલ્લા 13 દિવસથી તૂટક તૂટક હિમવર્ષા થઈ રહી છે. 18 એપ્રિલે ધામમાં હિમવર્ષાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને શનિવારે બપોર પછી શરૂ થયેલી હિમવર્ષા રાત સુધી ચાલુ રહી હતી. આજે સવારથી કેદારનાથમાં પણ હવામાન સાફ નથી. હિમવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડી પડી રહી છે. અગાઉ, કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે સર્જાયેલી સમસ્યાઓને લઈ, મોડી રાત્રે ચારધામ યાત્રીઓને પોલીસે શ્રીનગરમાં જ અટકાવી દીધી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">