મોબાઈલ રીલ્સ બનાવવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ, રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા 2 છોકરાના મોત

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તે બંને છોકરાઓ બ્રિજ પર મોબાઈલથી રીલ બનાવી રહ્યા હતા. તે જ સમયે શતાબ્દી એક્સપ્રેસ આવી અને ત્યાં સુધીમાં તેઓ કંઈ સમજી શક્યા નહીં અને બધું ખતમ થઈ ગયું. આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો રેલ બ્રિજ પર પહોંચી ગયા હતા.

મોબાઈલ રીલ્સ બનાવવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ, રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા 2 છોકરાના મોત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:22 PM

Uttarakhand: મોબાઈલથી રીલ બનાવવી એ શોખમાંથી એક પેશન બની ગયું છે અને મોબાઈલથી રીલ (Mobile Reel) બનાવતી વખતે લોકો હોશ ગુમાવી બેસે છે. આવી જ એક ઘટના ઉત્તરાખંડમાં બની છે જેમાં બે કિશોરોના મોત થયા છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે બે મિત્રોએ ભયંકર જોખમ લીધું. તેઓ રેલવે લાઇનની બાજુમાં વીડિયો બનાવી રહ્યા હતા. જેના કારણે ટ્રેનની અડફેટે 2 કિશોરોના મોત થયા હતા.

બે છોકરાઓના મોત નિપજતા સનસનાટી ફેલાઈ

મોબાઈલથી રીલ બનાવતી વખતે મોહમ્મદપુર બુઝુરગ ગામના બે છોકરાઓના મોત નિપજતા સનસનાટી ફેલાઈ ગઈ છે. લક્સર કોતવાલી વિસ્તારના મોહમ્મદપુર બુઝર્ગ ગામમાં આ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવમ (17) અને સિદ્ધાર્થ સૈની (16) બંને સાથે રહેતા હતા અને મોબાઈલથી રીલ્સ બનાવવાના ખૂબ જ શોખીન હતા. બંને છોકરાઓ ડોસની પુલ પર રીલ બનાવી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તે બંને છોકરાઓ બ્રિજ પર મોબાઈલથી રીલ બનાવી રહ્યા હતા. તે જ સમયે શતાબ્દી એક્સપ્રેસ આવી અને ત્યાં સુધીમાં તેઓ કંઈ સમજી શક્યા નહીં અને બધું ખતમ થઈ ગયું. આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો રેલ બ્રિજ પર પહોંચી ગયા હતા.

આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન
અરે વાહ ! સસ્તામાં થશે તાંબાના વાસણો સાફ, ચમક એકદમ નવા જેવી લાગશે
પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત

મોબાઈલમાંથી રીલ બનાવતી વખતે છોકરાઓ મૃત્યુ પામ્યા

રેલ બ્રિજ પાસે તે છોકરાઓના કપાયેલા શરીરના અંગો મળી આવ્યા હતા. ત્યારબાદ જ્યારે તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના ઘરમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના થોડા દિવસો પહેલા હૈદરાબાદના સનત નગર વિસ્તારમાં બની હતી. મૃતકનું નામ મોહમ્મદ સરફરાઝ હતું. તેના બે સાથીમાંથી એક કિશોરીનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્રણેય રેલવે પર દોડી રહ્યા હતા.

આ પણ વાંચો : Opposition Alliance: વિપક્ષી ગઠબંધનનું થશે નામકરણ, શિમલાની બેઠકમાં થશે આ નામની જાહેરાત

સરફરાઝે તે લાઇન પર કૂદી પડ્યો જ્યાં ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી હતી. તે દ્રશ્યનો વીડિયો બનાવવા માંગતો હતો. પરંતુ અચાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની ટક્કરથી તેનું શરીર વિકૃત થઈ ગયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેલવે લાઇનની બાજુમાંથી કિશોરનો લોહીલુહાણ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

બીજી તરફ સરફરાઝના બે મિત્રોએ ઘટના બાદ પરિવારને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જોખમી વીડિયો બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં કિશોરનું મોત થયું હતું. આવી ઘટનાઓથી પોલીસ અને સમાજના લોકો ચિંતિત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">