ભારતની તાકાતે અમેરિકાને કર્યું મજબૂર, બદલવો પડ્યો આ કાયદો, જોતા રહી ગયા PAK-ચીન
આજે વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે. તો સુપર પાવર કહેવાતા અમેરિકાએ પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. ભારતની તાકાત અને ક્ષમતાએ અમેરિકાને તેના જૂના કાયદાને ભારતની તરફેણમાં અપનાવવા માટે મજબૂર કર્યું છે.
આજે ભારતની તાકાત અને તેની ક્ષમતાનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. આજે વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે. તો સુપર પાવર કહેવાતા અમેરિકાએ પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. મિસાઇલ ટેક્નોલોજી અને સ્પેસ સેક્ટરમાં ભારતની તાકાત અને ક્ષમતાએ અમેરિકાને તેના જૂના કાયદાને ભારતની તરફેણમાં અપનાવવા માટે મજબૂર કર્યું છે.
હકીકતમાં, અમેરિકન પ્રશાસને તાજેતરમાં એક નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જ્હોન ફાઈનરે જાહેરાત કરી છે કે અમેરિકા તેની મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમ (MTCR) હેઠળ નિકાસ નિયંત્રણ નીતિઓમાં ફેરફાર કરી રહ્યું છે. અમેરિકન કાયદામાં આ ફેરફારનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિક્ષ અને મિસાઈલ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવાનો છે.
MTCR શું છે ?
ઉલ્લેખનીય છે કે, MTCR એ એક કરાર છે, જે 1986માં મિસાઇલો અને તેની ટેક્નોલોજીના પ્રસારને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. ભારત 2016માં આ કરારનું સભ્ય બન્યું હતું. જો કે, MTCRની કેટલીક મર્યાદાઓને કારણે ભારતીય અને અમેરિકન કંપનીઓ વચ્ચે ભાગીદારીમાં કેટલાક અવરોધ આવી રહ્યા હતા. તેથી અમેરિકાએ હવે નિર્ણય લીધો છે કે તે આ તમામ અવરોધોને દૂર કરશે, જેથી ભારતીય અને અમેરિકન કંપનીઓ સાથે મળીને કામ કરી શકે.
MTCR નિયમોમાં ફેરફાર બાદ હવે બંને દેશો એકબીજા સાથે ક્રિટિકલ ટેક્નોલોજીની આપ-લે કરી શકશે. ભારતના મંગલયાન અને ચંદ્રયાન જેવા અવકાશ મિશનોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ ભારતની સફળતાના વખાણ કર્યા છે. હવે અમેરિકા ભારત સાથે મળીને કામ કરવા માંગે છે, જેથી બંને દેશો અંતરિક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે.
અમેરિકાનો નિર્ણય પાકિસ્તાન અને ચીન માટે મોટો ઝટકો
ભારત માટે MTCRના નિયમોમાં ફેરફાર કરવાનો અમેરિકાનો આ નિર્ણય પાકિસ્તાન અને ચીન માટે મોટો ઝટકો છે. એક તરફ પાકિસ્તાન અમેરિકા તરફથી સૈન્ય સહયોગમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ આ ભાગીદારીથી ચીનને આકરા પડકારનો સામનો કરવો પડશે.