નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક

22 Dec 2024

થોડા સમય પહેલા દેશના એક મોટા બિઝનેસ ફેમિલીની વહુ બનેલી રાધિકા અંબાણી પણ એક સફળ બિઝનેસવુમન છે. પરંતુ તેની સાથે તે તેની સુંદરતા અને સ્ટાઈલ માટે પણ જાણીતી છે.

તે હંમેશા તેની સ્ટાઈલ અને એલિગન્ટ ફેશન સેન્સથી તેના ફેન્સને પ્રભાવિત કરી દે છે.

રાધિકા અંબાણીએ તાજેતરમાં જ મુંબઈમાં NMACC આર્ટસ કાફે લોન્ચમાં તેની સાસુ નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે પોતાની નવી હેરસ્ટાઈલ અને સુંદર અંદાજથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ દરમિયાન, રાધિકા સંપૂર્ણપણે નવી હેરસ્ટાઇલમાં જોવા મળી હતી જેમાં તમે તેને પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. તેણીએ તેના વાળ ફ્રેન્ચ બેંગ્સ કટ આપ્યો હતો. જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

આ સાથે, તેણીએ તેના સુંદર કાળા વાળને સહેજ કર્લ સાથે ખુલ્લા છોડી દીધા હતા.

રાધિકાએ ઇવેન્ટ માટે બ્લેક ફ્લોરલ પેટર્નવાળી ડિયૉર બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો જેમાં એંકલ સુધીની એ-લાઈન સ્કર્ટ ખભા પર કટ-આઉટ સ્લીવ્ઝ હતી.

રાધિકાએ જિયાનવિટો રોસીની બ્લેક હીલ્સ પહેરી હતી અને હર્મીસનું રેડ લાલ મીની બેગ કેરી કર્યુ હતુ. આ દરમિયાન રાધિકાએ તેના કાંડામાં મંગળસૂત્રને બ્રેસલેટ જેવું પહેર્યું હતું.

તેના લુકને પરફેક્ટ લુક આપવા માટે રાધિકાએ સુંદર ઇયરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી.

રાધિકાએ ન્યૂડ શેડ લિપસ્ટિક, આઈલાઈનર અને ડાર્ક આઈબ્રો સાથે તેનો મેકઅપ કર્યો હતો.