મોદીના શાસનમાં દેશનું સંરક્ષણ બજેટ બમણું થઈ ગયું છે, ભારત વિશ્વ કરતાં વધુ ઝડપથી ખર્ચ કરી રહ્યું છે

સરકારે શુક્રવારે કહ્યું હતું કે, દેશના સંરક્ષણ બજેટમાં (India defence budget) કોઈ કમી નથી અને દસ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ખર્ચમાં 76 ટકાનો વધારો થયો છે. 2013-14ના બજેટથી લગભગ બમણું થઈને લગભગ રૂ. 5.25 લાખ કરોડ થઈ ગયું છે.

મોદીના શાસનમાં દેશનું સંરક્ષણ બજેટ બમણું થઈ ગયું છે, ભારત વિશ્વ કરતાં વધુ ઝડપથી ખર્ચ કરી રહ્યું છે
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 5:55 PM

સરકારે શુક્રવારે કહ્યું હતું કે, દેશના સંરક્ષણ બજેટમાં (India defence budget) કોઈ કમી નથી અને દસ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ખર્ચમાં 76 ટકાનો વધારો થયો છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે, સંરક્ષણ માટે બજેટ ઓછું છે તે કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષાની ગંભીરતાને જોતા મહત્તમ બજેટ રક્ષા મંત્રાલયનું છે. ભટ્ટે કહ્યું કે, તે 2013-14ના બજેટથી લગભગ બમણું થઈને લગભગ રૂ. 5.25 લાખ કરોડ થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2013-14માં દેશનું સંરક્ષણ બજેટ 2.53 લાખ કરોડ રૂપિયા હતું.

તેમણે કહ્યું કે ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (SIPRI) અનુસાર, સંરક્ષણ બજેટમાં ખર્ચના આધારે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. SIPRI અનુસાર, ભારતે 2011 અને 2020ની વચ્ચે સંરક્ષણ બજેટ પર ખર્ચમાં 76 ટકાનો વધારો કર્યો છે જ્યારે સમગ્ર વિશ્વમાં આ સમયગાળામાં સંરક્ષણ બજેટ પરનો ખર્ચ માત્ર 9 ટકા વધ્યો છે.

ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ નિકાસ કરી રહ્યું છે

તેમણે કહ્યું કે, SIPRIએ પણ 2020માં કહ્યું હતું કે, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ નિકાસ માટે મજબૂત રીતે ઊભું છે. ભટ્ટે કહ્યું કે, સંરક્ષણ મંત્રાલયના બજેટમાં કોઈ ખામી નથી અને જ્યારે પણ તેની જરૂર પડે છે ત્યારે નાણા મંત્રાલય તાત્કાલિક મંજૂરી આપે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં કહ્યું કે, રક્ષા બજેટને લઈને કારગિલ સમીક્ષા સમિતિની રચના 2000માં કરવામાં આવી હતી. જેમાં સેનાના વર્તમાન અધિકારીઓ, પૂર્વ અધિકારીઓ, રાજનેતાઓ અને રાજદ્વારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

તેમણે કહ્યું કે, સમિતિએ સંરક્ષણ ક્ષેત્રની ફાળવણી કેવી રીતે કરવી તે અંગે ગંભીરતાથી વિચાર કર્યો. સિંઘના જણાવ્યા અનુસાર, સમિતિએ ભલામણ કરી હતી કે, સંરક્ષણ માટેનું બજેટ જીડીપીની નિશ્ચિત ટકાવારીમાં નક્કી કરવાની જરૂર નથી અને એ પણ કહ્યું કે, આપણે એ જોવું જોઈએ કે સંરક્ષણ પર ખર્ચવામાં આવતા દરેક રૂપિયાનું મહત્તમ મૂલ્ય મળે. અન્ય એક પૂરક પ્રશ્નના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રે 60 ટકા મૂડી ખર્ચ માત્ર ભારતમાં ઉત્પાદન માટે છે અને સરકાર જરૂર પડ્યે જ વિદેશથી આયાત કરશે.

(ભાષા ઇનપુટ)

આ પણ વાંચો: School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો: CUET 2022: હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ 10 પોઈન્ટમાં

g clip-path="url(#clip0_868_265)">