AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સનાતન વિવાદમાં ઉદયનિધિ અને એ રાજાની વધી શકે છે મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

ચેન્નાઈના એક વકીલે અરજી દાખલ કરીને માગ કરી છે કે ઉધયનિધિ અને એ રાજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ ઉપરાંત અનેક માંગણીઓ પણ કરવામાં આવી હતી. બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ. તમે અહીં કેમ આવ્યા છો? વકીલે કહ્યું કે આ કેસ પહેલેથી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે શા માટે દખલ કરીએ? વકીલે કહ્યું કે કારણ કે મંત્રી દ્વારા નફરતભર્યું ભાષણ આપવામાં આવ્યું હતું.

Breaking News: સનાતન વિવાદમાં ઉદયનિધિ અને એ રાજાની વધી શકે છે મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 5:10 PM
Share

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના સનાતન અંગેના નિવેદન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે તામિલનાડુ સરકાર અને મંત્રીઓ ઉધયનિધિ અને એ. રાજાને નોટિસ પાઠવવામાં આવી છે. ઉદય વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યાનો મામલો, લોરેન્સ બિશ્નોઈના વકીલનો મોટો ખુલાસો, કહ્યુ-તેની કોઈ જ ભૂમિકા નહીં, જુઓ Video

ચેન્નાઈના એક વકીલે અરજી દાખલ કરીને માગ કરી છે કે ઉધયનિધિ અને એ રાજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ ઉપરાંત અનેક માંગણીઓ પણ કરવામાં આવી હતી. બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ. તમે અહીં કેમ આવ્યા છો? વકીલે કહ્યું કે આ કેસ પહેલેથી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે શા માટે દખલ કરીએ? વકીલે કહ્યું કે કારણ કે મંત્રી દ્વારા નફરતભર્યું ભાષણ આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું. અમે દખલ નહીં કરીએ.

સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે

વકીલે ખંડપીઠને કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે હેટ સ્પીચ સતત થઈ રહી છે અને હેટ સ્પીચનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું સ્પીચ શું છે? વકીલે ઉધયનિધિનું નિવેદન વાંચીને બેંચને સંભળાવ્યું. સુપ્રીમ કોર્ટે આ કેસને હેટ સ્પીચ સાથે ટેગ કર્યો. સુનાવણી બાદ બેન્ચે તમિલનાડુ સરકારને નોટિસ જાહેર કરીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. કોર્ટે ઉધયનિધિ પાસેથી તેમના નિવેદનો પર જવાબ પણ માંગ્યો હતો.

અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલે કહ્યું કે, નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત ઘણા કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે રાજ્ય પોતે જ કોઈ ચોક્કસ ધર્મ વિરુદ્ધ અત્યાચાર કરે છે અને બાળકોને કોઈ ચોક્કસ ધર્મ વિરુદ્ધ બોલવા દબાણ કરે છે, ત્યારે સુપ્રીમ કોર્ટ એકમાત્ર ઉપાય છે. વકીલે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે બાળકો સનાતન ધર્મ વિરુદ્ધ બોલશે.

સુપ્રીમ કોર્ટે જાહેર કરી નોટિસ

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સાંસદ એ રાજા, તિરુમાવલવન, સુ વેંકટેશન, તમિલનાડુ ડીજીપી, ગ્રેટર ચેન્નાઈ પોલીસ કમિશનર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના મંત્રી પીકે શેખર બાબુ અને તમિલનાડુ રાજ્ય લઘુમતી આયોગના પીટર આલ્ફોન્સને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">