5 વર્ષની દીકરી બની ‘WING COMMANDER VYOMIKA SINGH’, એવું શિવ તાંડવ ઉચ્ચાર્યું કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો Video
જોધપુરની તિરંગા યાત્રામાં પાંચ વર્ષની બાળકી હૃદયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું પાત્ર ભજવીને સૌને પ્રભાવિત કર્યા. તેણે શિવ તાંડવ સ્તોત્ર પણ ગાયું. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે વીડિયો હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે.

જોધપુરમાં આયોજિત તિરંગા યાત્રામાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે માત્ર પાંચ વર્ષની બાળકી હૃદયાએ ભારતીય વાયુસેના માટે પ્રેરણારૂપ બની ગયેલ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનો પાત્ર ભજવીને સૌનું મન મોહી લીધું.
ઓપરેશન સિંદૂર પછી વ્યોમિકા સિંહનું નામ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનો આત્મવિશ્વાસ અને દેશભક્તિ અનેક લોકોને પ્રેરણા આપી રહી છે. જોધપુરની નાની હૃદયાએ તિરંગા યાત્રામાં વ્યોમિકા સિંહ બનવાનો માન મેળવીને એ નામને જીવંત કરી દીધું.
આ પ્રસંગે હૃદયાએ વિશિષ્ટ રીતે શિવ તાંડવ સ્તોત્ર પણ ઉચાર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દેશભરમાંથી લોકોએ તેની બહાદુરી અને આત્મવિશ્વાસને સલામ કરી છે.
તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અનેક મોટા ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા. હૃદયાએ તેમના સમક્ષ શિવ તાંડવ સ્તોત્ર વાંચ્યું ત્યારે દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા.
હૃદયાના પિતા રાહુલ પુરોહિતએ જણાવ્યા મુજબ, હૃદયા માત્ર પાંચ વર્ષની છે પરંતુ તેમાં દેશપ્રેમ અને સમર્પણનો જુસ્સો ભરેલો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન તે રોજ નવી માહિતી જાણવા ઉત્સુક રહેતી. કાશ્મીરમાં બનેલ પહેલગામ ઘટના વિશે પણ તે ચિંતિત હતી અને તે સમજી ગઈ હતી કે દુશ્મનોએ આપણા લોકો પર હુમલો કર્યો છે અને ભારતે તેની ઘાતક જવાબદારી આપી છે.
શિવ તાંડવ સ્તોત્ર યાદ રાખવા માટે હૃદયાએ સતત મહેનત કરી હતી. આજે તેની મહેનત અને અભિનયે સમગ્ર દેશમાં એક નવો સંદેશો પહોંચાડ્યો છે કે, દેશપ્રેમ માટે ઉંમર મહત્વની નથી, ભાવનાએ મહત્વ છે.
મહત્વની વાત એ છે કે, આ શિવ તાંડવ એટલું ફેમસ થઈ ગયું કે ખુદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ફેસબુક પર આ વીડિયો શેર કર્યો અને.. ગર્વ અનુભવ્યું હતું..

