એક્સ્ટ્રા મેરિટલ સંબંધોની પુષ્ટિ માટે હોટલમાંથી પત્નીના CCTV ફૂટેજ માંગ્યા, કોર્ટે અરજી ફગાવી દીધી
એક અધિકારીએ દાવો કર્યો હતો કે, તેની પત્નીનું કોઈ બીજા અધિકારી સાથે અફેર છે. તેમજ તે આ અધિકારી સાથે હોટલમાં પણ ગઈ હતી. અધિકારીએ પોતાની અરજીમાં હોટલના બુકિંગનો ઉલ્લેખ કર્યો હતો કોમન એરિયાના સીસીટીવી ફુટેજની પણ વાત કરી હતી.

દિલ્હીની એક કોર્ટે સેનાના એક અધિકારીની અરજી ફગાવી દીધી છે જેમાં તેમણે પોતાની પત્નીના બીજા ઓફિસર સાથેના સંબંધોની પુષ્ટિ કરવા માટે હોટલના સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. સુનાવણી દરમિયાન, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આવો કોઈ આદેશ આપી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે આવું કંઈ પણ કરવું એ વ્યક્તિના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન હશે.
મેજરની અરજી ફગાવી દીધી
તમને જણાવી દઈએ કે, સૈન્ય અધિકારીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, તેની પત્નીના કોઈ બીજા અધિકારી સાથે સંબંધ છે અને તેની પત્ની આ અધિકારી સાથે હોટલમાં પણ ગઈ હતી. સેનાના અધિકારીએ પોતાની અરજીમાં હોટલના બુકિંગની ડિટેલ અને કોમેન એરિયાના સીસીટીવી ફુટેજ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવાની વાત કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટેના સિવિલ જજ વૈભવ પ્રતાપ સિંહે સેનાના મેજરની અરજી ફગાવી દીધી હતી.
ન્યુચરેલ ન્યાયના અધિકારનું ઉલ્લંઘન
કોર્ટે આ મામલાની સુનવણી દરમિયાન કહ્યું કે, તે લોકોને તેમની ગોપનીયતાનો બચાવ કરવાની તક આપ્યા વિના આવી વ્યક્તિગત માહિતી જાહેર કરવાથી તેમના ન્યુચરેલ ન્યાયના અધિકારનું ઉલ્લંઘન થશે. આનાથી તેની છબી પણ ખરાબ થશે.ન્યાયાધીશે કહ્યું કે ફરિયાદીએ આર્મી એક્ટ, 1950 અને હાલના નિયમો હેઠળ ઉપાયોનો લાભ લેવો જોઈએ અને ઉમેર્યું કે કોર્ટનો ઉપયોગ આંતરિક પદ્ધતિને બાયપાસ કરવા અથવા પૂરક બનાવવા માટે કરી શકાતો નથી.
તેમના આદેશમાં, તેમણે ગ્રેહામ ગ્રીનની નવલકથા “ધ એન્ડ ઓફ ધ અફેર” નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે “વફાદારીનો બોજ” વચન આપનાર વ્યક્તિ પર રહેલો છે. પ્રેમીએ લગ્ન કરીને છેતરપિંડી નથી કરી, પણ તેણે વચન આપ્યું છે અને તેને તોડ્યું છે. બહારનો વ્યક્તિ ક્યારેય તેનાથી બંધાયેલો નહોતો.
