મહામારીમાં ટ્રેનમાં બંધ થયેલી ભોજનની સુવિધા 27 ડિસેમ્બરથી ફરી શરુ થશે, ઓનલાઇન પણ કરી શકાશે પેમેન્ટ

તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે અને તેમાં ફૂડ ચાર્જીસ ચૂકવ્યા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં 27 ડિસેમ્બરથી ભોજન માટે ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવશે.

મહામારીમાં ટ્રેનમાં બંધ થયેલી ભોજનની સુવિધા 27 ડિસેમ્બરથી ફરી શરુ થશે, ઓનલાઇન પણ કરી શકાશે પેમેન્ટ
Railway Food

કોરોના(Corona) મહામારી દરમિયાન રેલવે(Railway)માં ખોરાકની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેને કારણે લાંબી મુસાફરી(Travel) કરતા લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે તમારે ઘરેથી ભોજન તૈયાર કરીને ટ્રેનોમાં લઈ જવાની કોઈ જરૂર રહેશે નહીં. કારણ કે લાંબા સમય સુધી મુસાફરી કરતા મુસાફરો(Passengers) માટે ટ્રેનમાં ભોજન(Meals)ની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે.

50 ટ્રેનોમાં ફૂડ ફેસિલિટી શરૂ થશે
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 27મી ડિસેમ્બરથી 50 ટ્રેનોમાં ફૂડ ફેસિલિટી શરૂ કરવા જઈ રહી છે. જેમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે ડિસેમ્બરમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમે ટિકિટ બુક કરાવી છે, તેમજ ફૂડ ફી હજુ સુધી ચૂકવી નથી, તો તમે ટ્રેનમાં TTEને એક્સેસ ફેર ટિકિટ (EFT) વાળી કુપનથી ભોજનના પૈસા ચૂકવી શકો છો. પરંતુ તે દરમિયાન તમારે ફૂડ ચાર્જની સાથે 50 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.

ઓનલાઈન પેમેન્ટથી 50 રૂપિયા બચાવી શકાય
ટ્રેનમાં વધુ 50 રુપિયા આપવાના બચાવી શકાય છે. જે લોકોએ પહેલાથી જ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી છે તેમને 27 ડિસેમ્બરથી ભોજન માટે ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવશે.જો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી તમારી ટિકિટ બુક કરી છે, તો તે દરમિયાન તમને તમારા PNRનું સ્ટેટસ તપાસવાની સાથે એક લિંક દેખાશે. જેના પર વિગત ભરીને તમે તમારા ખોરાક માટે ચૂકવણી કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાથી તમે પ્રતિ પેસેન્જર 50 રૂપિયા સુધીની બચત કરી શકશો.

ટ્રેનમાં પણ ભોજનના પૈસા ચુકવી શકાય
જો તમે ભોજન માટે ઓનલાઈન ચૂકવણી કરી શકતા નથી, તો તમે ટ્રેનમાં પણ ફૂડ ચાર્જ ચૂકવી શકો છો. જો કે ભારતીય રેલવે અનુસાર ટ્રેનમાં ભોજનના પૈસા ચૂકવવાની સાથે તમારે 50 રૂપિયા અને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ દરમિયાન, તમે ટ્રેનમાં ટિકિટ ચેક કરીને TTE તરફથી EFT એક્સેસ ભાડાની ટિકિટ સ્લિપ બતાવવાની રહેશે.

મહત્વનું છે કે કોવિડ રોગચાળા દરમિયાન ટ્રેનોમાં આ સુવિધા બંધ કરવામાં આવી હતી. હવે પરિસ્થિતિ કાબૂમાં આવ્યા પછી અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 27 ડિસેમ્બરથી 50 ટ્રેનોમાં ભોજનની સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati