પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરવાના આરોપમાં ભાજપ નેતા ટી રાજાસિંહની ધરપકડ

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા તેલંગાણાના હૈદરાબાદ શહેરના ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહે આ વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા નામ લીધા વગર પોતાનો નવો વીડિયો જાહેર કર્યો હતો.

પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરવાના આરોપમાં ભાજપ નેતા ટી રાજાસિંહની ધરપકડ
T Raja SinghImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 4:31 PM

તેલંગાણાના (Telangana) ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહની (T Raja Singh) ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા તેલંગાણાના હૈદરાબાદ શહેરના ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહે આ વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા નામ લીધા વગર પોતાનો નવો વીડિયો જાહેર કર્યો હતો. આ પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ટી ​​રાજા સિંહની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની ધરપકડના થોડા કલાકો બાદ સ્થાનિક કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. કોર્ટે રાજા સિંહના વકીલની દલીલને સ્વીકારી હતી કે પોલીસે કેસમાં તેમની ધરપકડ પહેલા CrPCની કલમ-41 હેઠળ તેમના અસીલને કોઈ નોટિસ આપી ન હતી. વકીલે દલીલ કરી હતી કે પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કોઈપણ રીતે પાલન કર્યું નથી, જેમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેસોમાં ધરપકડ પહેલા નોટિસની જરૂર હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અસદુદ્દીન ઓવૈસીએ ટી રાજા સિંહની ધરપકડની કરી હતી માંગ

જણાવી દઈએ કે ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડની માંગ કરતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે હૈદરાબાદના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનો સીધા કથિત નફરતના ભાષણનું પરિણામ છે. ટ્વિટર પર ઓવૈસીએ કહ્યું કે પોલીસે બુધવારે શાહ અલી બંદા વિસ્તારમાંથી 90 લોકોની અટકાયત કરી હતી અને તેમની દખલગીરી પછી અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

હૈદરાબાદ અમારું ઘર છે, સાંપ્રદાયિકતાનો શિકાર નહીં થવા દઈએઃ ઓવૈસી

હૈદરાબાદના સાંસદે ટ્વિટર પર કહ્યું કે આ સ્થિતિ રાજા સિંહના નફરતભર્યા ભાષણનું સીધું પરિણામ છે. તેને વહેલી તકે જેલમાં મોકલવો જોઈએ. હું ફરી એકવાર શાંતિ જાળવી રાખવાની મારી અપીલને પુનરાવર્તિત કરું છું. હૈદરાબાદ આપણું ઘર છે, તેને સાંપ્રદાયિકતાનો શિકાર ના જોઈએ. તેમણે કહ્યું કે AIMIMના ધારાસભ્ય અહેમદ બિન અબ્દુલ્લા બલાલા અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ટીના કાઉન્સિલરોએ તણાવને ઓછો કરવા માટે આખી રાત કામ કર્યું.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">