તેજસ્વી નિષ્ફળ સાબિત થયા, જયચંદને કારણે RJD હારી, મોદી વિશ્વના મોટા નેતા : તેજપ્રતાપ યાદવ
આરજેડીની શરમજનક હાર પર કટાક્ષ કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું, "આ જયચંદની કારમી હાર છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે, આ ચૂંટણી પછી બિહારમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે, અને આજે કહેવાની જરૂર નથી કે તે સ્પષ્ટ થઈ ગયું છે !

જનશક્તિ જનતા દળ (જેજેડી) ના પ્રમુખ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મળેલી કારમી હારથી ખૂબ ખુશ છે, પોતે ભલે મહુઆ વિધાનસભા ક્ષેત્રથી હારી ગયા હોય પરંતુ આરજેડીની હારને ‘જયચંદ’ ની હાર ગણાવી હતી. સાથોસાથ તેણે ભત્રીજાવાદની રાજનીતિની ટીકા કરી. તેજ પ્રતાપે બિહારમાં એનડીએની જીતને સુશાસન અને મોદી અને શાહના મજબૂત નેતૃત્વનું પરિણામ ગણાવ્યું.
જનશક્તિ જનતા દળ (જેજેડી) ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહુઆ મતવિસ્તામાંથી હારી ગયા છે. પરંતુ બિહારમા મહાગઠબંધનની શરમજનક હારથી ખૂબ ખુશ છે. તેજ પ્રતાપે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રદર્શન પર કટાક્ષ કરતા કહ્યું કે. “આપણી હારમાં પણ, લોકોની જીત છુપાયેલી છે.” હાર્યા પછી પણ આપણે જીતી ગયા છીએ કારણ કે બિહારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજકારણ હવે ભાઈ-ભત્રીજાવાદ પર નહીં, પરંતુ સુશાસન અને શિક્ષણ પર રહેશે. આ શબ્દો તેજ પ્રતાપ યાદવે જેજેડીના ફેસબુક પેજ પર લખ્યા છે.
આરજેડીની શરમજનક હાર પર કટાક્ષ કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું, “આ જયચંદની કારમી હાર છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે, આ ચૂંટણી પછી બિહારમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે, અને આજે કહેવાની જરૂર નથી કે તે સ્પષ્ટ થઈ ગયું છે ! હું હાર્યા પછી પણ જીતી ગયો છું, કારણ કે મને લોકોનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ છે, પરંતુ સત્ય કડવું છે. આ જયચંદોએ આરજેડીને અંદરથી ખોખલું કરી દીધું છે, તેને બરબાદ કરી દીધું છે, જેના કારણે તેજસ્વી આજે નિષ્ફળ સાબિત થયો છે.”
મારા દરવાજા હંમેશા જનતા માટે ખુલ્લા રહેશે.
જેજેડી પ્રમુખ તેજ પ્રતાપ યાદવે કહ્યું, “ઇતિહાસ એવા લોકોને ક્યારેય માફ નહીં કરે જેમણે પોતાની ખુરશી અને રાજકારણ બચાવવા માટે પોતાના ઘરને આગ લગાવી દીધી. હું વારંવાર કહું છું… જનતા આપણા માતા પિતા છે, જનતાનો નિર્ણય જ આપણી પ્રાથમિકતા છે, અને તે જ ભાવના સાથે, હું તમારા નિર્ણયને સ્વીકારું છું. હાર અને જીત અલગ વસ્તુઓ છે, પરંતુ દૃઢ નિશ્ચય અને પ્રયાસ એ જ સાચી જીત છે.” મહુઆના લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. હું ધારાસભ્ય બનું કે ના બનું, મારા દરવાજા હંમેશા લોકો માટે ખુલ્લા રહેશે.
લોકોએ સુશાસનનો દિલથી સ્વીકાર કર્યો
એનડીએ સરકારની પ્રશંસા કરતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું, “બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે. અમે આનો આદર કરીએ છીએ અને દરેક પગલે જનહિતમાં રચનાત્મક ભૂમિકા ભજવીશું. આ જીત આપણા સફળ વડા પ્રધાન અને વિશ્વના સૌથી મજબૂત નેતા નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને જાદુઈ નેતૃત્વનું પરિણામ છે. લોકોએ નીતિશ કુમારના સુશાસનનો દિલથી સ્વીકાર કર્યો છે. બિહાર માટે આ ઐતિહાસિક જીત ભાજપ, ભારતના ગૃહ પ્રધાન અને ભાજપના ચાણક્ય અમિત શાહ અને ભાજપ બિહારના પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે.”
આ પણ વાંચોઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ અંગે તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.