તમિલનાડુના BJP નેતાને પરેશાન કરતો રહ્યો શખ્સ, પોલિસે ન કરી કાર્યવાહી, પછી જે કર્યું.. જુઓ-Video
ચેન્નાઈમાં ભાજપ નેતા અલીશા અબ્દુલ્લા પર થયેલી જાતીય સતામણીની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. પોલીસે શરૂઆતમાં કોઈ કાર્યવાહી ન કરતાં અલીશાએ પોતે જ આરોપીને પકડી પોલીસને સોંપ્યો અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને પોલીસની નિષ્ક્રિયતાનો ખુલાસો કર્યો છે.
ચેન્નાઈમાં બીજેપી નેતા અલીશા અબ્દુલ્લાનું યૌન શોષણ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હોવાની ઘટનાએ ભારે ઉત્તેજના જગાવી છે. અલીશા અબ્દુલ્લા, એક પ્રખ્યાત બાઇક અને કાર રેસર,તરીકે ઓળખાતી ઇન્ડોર કાર રેસમાં ભાગ લેતી આવી છે. અલિસા અબ્દુલ્લા ભારતમાં કાર રેસિંગમાં ચેમ્પિયનનો ખિતાબ જીતનારી પ્રથમ મહિલા પણ છે. અલીશા અબ્દુલ્લા 2022થી તમિલનાડુ ભાજપ પાર્ટી તરફથી કામ કરી રહી છે. આ દરમિયાન, તે એક હોટલમાં રોકાઈ હતી ત્યાં પણ તે આવી ચડ્યો જોકે હોટલના લોકોએ તેને પકડી લીધો હતો. તેણે આ દ્રશ્યો વીડિયોમાં રેકોર્ડ કર્યા હતા.
ટેક્સ મેસેજ કરી પરેશાન કરતો
તમિલનાડુ બીજેપીની સ્પોર્ટ્સ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ વિંગની સ્ટેટ સેક્રેટરી અલીશા અબ્દુલ્લાએ તેની X વેબસાઈટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં, “હવે હું અહીં પીડિત બનીને ઉભી છું. પેરોઝ નામના વ્યક્તિએ ન માત્ર અપશબ્દોનો ઉપયોગ કર્યો પરંતુ મને સેક્સ માટે આમંત્રણ પણ આપ્યું તે અંગે પોલીસને મે જાણ કરી તેમ છત્તા પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો ફરિયાદ કરવા જઉં છું તો તેઓ કહે છે કે અન્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. તેથી મેં તેને બહારની દુનિયામાં ઉજાગર કરવા માટે વીડિયો બનાવ્યો છે.
I got many calls with texts msgs asking me to sleep with him and asking me for body massages and abusive words. I waited for hours with no proper response from the police nor the hotel authorities “Ginger hotel omr” I made sure I brought him down put in my car, taking him… pic.twitter.com/8vh9DkqFv8
— Dr. Alisha Abdullah (@alishaabdullah) November 18, 2024
પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી
અલીશા અબ્દુલ્લાએ બાદમાં પેરોઝને બતાવ્યું કે જેણે તેની જાતીય સતામણી કરી હતી અને પેરોસ મને વારંવાર ફોન કરીને ટેક્સ્ટ કરતો અને સેક્સ માટે પૂછતો. હું જ્યાં રહું છું ત્યાં OMR હોટેલ મેનેજમેન્ટ અને પોલીસ વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કલાકો સુધી રાહ જોયા પછી પણ કોઈ ફાયદો ન થયો, મેં જાતે જ તેને હોટેલમાંથી બહાર કાઢ્યો, કારમાં બેસાડી પોલીસને હવાલે કર્યો. આ ઘટના આજે મારી સામે સૌથી વધુ પીડાદાયક છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે પોલીસ સુરક્ષા વિના દરરોજ કેટલી સ્ત્રીઓ આવી પીડા ભોગવે છે.