લગ્નને લઈને પહેલીવાર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ – મને આવી છોકરી સાથે લગ્ન કરવા ગમશે
રાહુલ ગાંધીએ લગ્નને લઈને, તેમજ ભાવી પત્નિ કેવી હોવી જોઈએ તે બાબતે પહેલીવાર પોતાની પસંદ જાહેર કરી છે. પોતાને કોઈ પપ્પુ કહે તો ખોટુ નથી લાગતુ તેમ પણ રાહુલે જણાવ્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ લગ્ન માટે એવી છોકરી પસંદ કરશે, જેનામાં તેના દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધીના ગુણોનો સમન્વય હોય. રાહુલ ગાંધીએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન અને ભાવી પત્નિ અગે વાત કરી હતી. રાહુલ ગાંધીને જ્યારે તેમના દાદી ઈન્દિરા ગાંધી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તેઓ મારા જીવનનો પ્રેમ હતો. તેઓ મારી બીજી માતા હતી.” પોતાના ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ, તેમને પપ્પુ તરીકે બોલાવવામાં આવતા હોવા અંગે, કાર અને મોટરબાઈક અંગે પણ વાત કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઈન્દિરા ગાંધી જેવા ગુણો ધરાવતી છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છશે તો રાહુલ ગાંધીએ કહ્યું કે, તે એક રસપ્રદ પ્રશ્ન છે. મને એવી છોકરી ગમશે કે જેમાં મારી દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો ધરાવતી હોય. અન્ય એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે કોઈ તેને પપ્પુ કહીને બોલાવે છે ત્યારે તેને ખરાબ નથી લાગતું, કારણ કે આ બધુ દુષ્પ્રચારનો એક ભાગ છે. જે લોકો મને આ રીતે બોલાવે છે તેઓ પોતે જ એક પ્રકારથી હેરાન પરેશાન અને ડરેલા હોય છે.
હું કોઈને નફરત નથી કરતો
રાહુલ ગાંધીએ કહ્યું, આ દુષ્પ્રચારનો એક ભાગ છે. જે વ્યક્તિ મને ખરાબ રીતે બોલાવી રહ્યાં છે તેમના અંદર એક પ્રકારનો ડર છે. તેમના જીવનમાં કંઈ નથી, તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા. જો તેને મારી સાથે દુર્વ્યવહાર કરવાની જરૂર હોય તો મને ગાળો આપો, હું તેમનુ સ્વાગત કરીશ. રાહુલ ગાંધીએ કહ્યું, હું કોઈને નફરત કરતો નથી. જે લોકો મને ગાળો આપે છે, તેમને હુ નફરત નહી કરુ.
લંડનમાં ચલાવતા હતા RS 20 બાઈક
રાહુલ ગાંધીએ યુટ્યુબ ચેનલને આપેલી મુલાકાતમાં કાર અને બાઇક વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તેની પાસે પોતાની કોઈ કાર નથી, પરંતુ તેની માતા પાસે એક કાર છે. જે તેઓ ચલાવે છે. પોતાને મોટરબાઈક પસંદ હોવાની વાત કરતા કહ્યું કે, “હું જ્યારે લંડનમાં રહેતો હતો ત્યારે હું RS 20 બાઇક ચલાવતો હતો”,
સાયકલ ચલાવવી ગમે
રાહુલ ગાંધીએ કહ્યું કે મને સાઈકલ ચલાવવી ગમે છે. એક સમયે લેમ્બ્રેટા (સ્કૂટર) બહુ પસંદ હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારત હજુ પણ ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોન ક્ષેત્રે પાછળ છે કારણ કે આપણી પાસે આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
હીરાબાના જલદી સ્વસ્થ થવાની કરી હતી કામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગઈકાલ બુધવારે લથડી હતી. તેમને સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદીના માતાના જલદી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલદી સ્વસ્થ થઈ જાય.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022