Swiggy, BigBasket, Zomato દ્વારા ઘરે બેઠા મળશે શરાબ ! 7 રાજ્યને મળી શકે છે પરવાનગી

|

Jul 16, 2024 | 2:47 PM

E-Commerce Platform: સ્વિગી, બિગ બાસ્કેટ અને ઝોમેટોમાંથી બીયર, વાઇન અને લો આલ્કોહોલ ઉત્પાદનોની હોમ ડિલિવરી પર વિચારણા કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યો આ મુદ્દા પર આલ્કોહોલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ઈ-કોમર્સ સાઇટ્સ સાથે ચર્ચા કરી રહ્યા છે.

Swiggy, BigBasket, Zomato દ્વારા ઘરે બેઠા મળશે શરાબ ! 7 રાજ્યને મળી શકે છે પરવાનગી
Alcohol

Follow us on

Alcohal Delivery: જે લોકો બીયર વગેરેનું સેવન કરે છે તેમને જલદી સારા સમાચાર મળી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ નવી દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા અને કેરળમાં સ્વિગી, બિગબાસ્કેટ અને ઝોમેટો દ્વારા આલ્કોહોલની હોમ ડિલિવરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો વિચાર છે. આ બાબતની જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, બિયર, વાઇન અને ઓછી આલ્કોહોલની પ્રોડક્ટ્સ સપ્લાય કરવાની છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અહેવાલ મુજબ, રાજ્યના અધિકારીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને શરાબના ઉત્પાદકો સાથે ઓનલાઈન આલ્કોહોલની ડિલિવરી પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બંગાળ અને ઓડિશામાં હોમ ડિલિવરીની મંજૂરી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર મોટા શહેરોની વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ઓનલાઈન માધ્યમ અપનાવી શકાય છે. અધિકારીએ સ્પષ્ટતા કરી કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કોવિડ-19માં પરવાનગી આપવામાં આવી હતી

મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને આસામે COVID-19 દરમિયાન કેટલાક નિયંત્રણો સાથે શરાબની ડિલિવરીની મંજૂરી આપી હતી. હાલમાં, આ રાજ્યોમાં ડિલિવરી પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારની પરવાનગી મળ્યા બાદ ટેક પ્લેટફોર્મ બીયરબોક્સ શરૂ કરવામાં આવ્યું હતું. કંપની 3 થી 4 કિલોમીટરની રેન્જમાં શરાબની ડિલિવરી અને વેચાણ કરતી હતી.

ઓરિસ્સા અને બંગાળમાં વેચાણ વધ્યું

શરાબ સંબંધિત અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઈન વેચાણને કારણે ઓડિશા અને બંગાળમાં વેચાણમાં 20 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. વેચાણમાં વધારો ખાસ કરીને પ્રીમિયમ બ્રાન્ડ્સમાં જોવા મળ્યો છે.

ઓનલાઈન ડિલિવરીની સિસ્ટમ લાગુ કરવી એટલી સરળ નહીં હોય. જો સરકાર આ સિસ્ટમ લાવે છે તો તેણે KYC, લિમિટ વગેરેના નિયમો નક્કી કરવા પડશે.

નોંધ: અહીં ઉપલબ્ધ જાણકારી માત્ર માહિતી માટે છે,આલ્કોહોલ શરીર માટે હાનિકારક છે Tv9 ગુજરાતી ક્યારેય આલ્કોહોલ પીવા માટે કોઇ ને સલાહ આપતું નથી.

Next Article