સુપ્રીમકોર્ટનો ચુકાદો, 14 વર્ષની સજા પૂરી કરી ચૂકેલા કેદીને મુક્ત કરી શકે છે રાજ્ય સરકાર

જો કેદીએ 14 વર્ષ અથવા તો તેને થયેલી ખરેખર સજા પૂરી કરી નથી તો રાજ્યપાલ પાસે બંધારણની કલમ 161 હેઠળ સજા માફી કરવાની સત્તા છે.

સુપ્રીમકોર્ટનો ચુકાદો, 14 વર્ષની સજા પૂરી કરી ચૂકેલા કેદીને મુક્ત કરી શકે છે રાજ્ય સરકાર
Supreme Court ( File Photo )

સુપ્રીમ કોર્ટે (supreme court), મંગળવારે એક કેસમાં ચૂકાદો આપતા કહ્યુ છે કે, ક્રિમિનલ પ્રોસીજર કોડ ( Code Of Criminal Procedure ) અંતર્ગત મૃત્યુદંડની જોગવાઈ ધરાવતા ગુના હેઠળ દોષિત સાબિત થયેલા કેદી 14 વર્ષની જેલની સજા કાપી ચૂક્યો હોય તો તેને મુક્ત કરવાનો અધિકાર રાજ્ય સરકારને છે.

સુપ્રીમ કોર્ટના (supreme court) ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને એ એસ બોપન્નાની ખંડપીઠે, ચુકાદામાં ટાંક્યુ છે કે, જો કેદીએ 14 વર્ષ અથવા તો તેને થયેલી ખરેખર સજા પૂરી કરી નથી તો રાજ્યપાલ પાસે બંધારણની કલમ 161 હેઠળ સજા માફી કરવાની સત્તા છે. બંધારણની કલમ 161 હેઠળ સજા માફી આપવા અથવા તો સહાય આપવાની પણ સત્તા રાજ્યપાલને છે. સજા ઘટાડવાની સત્તા પણ રાજ્યપાલને છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને એ એસ બોપન્નાની ખંડપીઠે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સિંગલ જજે 12મી મે 2020ના રોજ આપેલા ચુકાદાને રદ ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેદીઓને મુક્ત કરવાની રાજ્ય સરકારની સત્તા ઉપર 13 ઓગસ્ટ 2008ની હરિયાણા રાજ્ય સરકારની નીતિને યોગ્ય ગણાવી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

આ પણ વાંચોઃ રણબીર કપૂર અને કાર્તિક આર્યનને પાછળ છોડીને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં જોવા મળશે રણવીર સિંહ

Click on your DTH Provider to Add TV9 Gujarati