રણબીર કપૂર અને કાર્તિક આર્યનને પાછળ છોડીને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં જોવા મળશે રણવીર સિંહ

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી હવે ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું થયા બાદ તેના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

રણબીર કપૂર અને કાર્તિક આર્યનને પાછળ છોડીને સંજય લીલા ભણસાલીની 'બૈજુ બાવરા'માં જોવા મળશે રણવીર સિંહ
Ranveer Singh will be seen in Sanjay Leela Bhansali's film

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) હવે ગંગુબાઈ કાઠિયાવાડીનું (Gangubai Kathiawadi) શૂટિંગ પૂરું થયા બાદ તેના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ બૈજુ બાવરા (Baiju Bawra) ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં કયો અભિનેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે તેના સમાચાર રોજ સામે આવી રહ્યા છે. પહેલા રણબીર કપૂર પછી કાર્તિક આર્યન અને હવે એક નવું નામ સામે આવ્યું છે.

અહેવાલો અનુસાર, રણબીર કપૂર (Ranbir Kapoor) આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ હતા પરંતુ તે આ ફિલ્મ નથી કરી રહ્યા. રણબીર પછી, કાર્તિક આર્યનનું (Kartik Aaryan) નામ જાહેર થયું કારણ કે તે સંજય લીલા ભણસાલીની ઓફિસની બહાર ઘણી વખત જોવા મળ્યો હતો. પરંતુ હવે રણવીર સિંહ (Ranveer Singh) આ ફિલ્મ કરવા જઈ રહ્યો છે.

રણવીર સિંહ ફાઇનલ થઈ ગયો છે

એક ખાનગી એહેવાલ અનુસાર રણવીર સિંહને બૈજુ બાજવા માટે ફાઇનલ કરવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. કેટલાક કામ પૂર્ણ થવાના બાકી છે. આ બધા પછી સંજલ લીલા ભણસાલી જાહેરાત કરશે કે રણવીર સિંહ તેમની ફિલ્મમાં જોવા મળશે.

બૈજુ બાવરા વિશેના અહેવાલો મે 2021માં આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, અજય દેવગન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ થયુ પૂર્ણ

સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. માત્ર 1-2 દિવસનું શૂટિંગ બાકી હતું. જે કોરોના રોગચાળાને કારણે લગભગ 1-2 મહિના માટે બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે મેકર્સને મોટું નુકસાન થયું હતું. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમજ અજય દેવગન ગેસ્ટ અપિરિયંસ કરતા જોવા મળશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati