2001ના ભૂકંપ પછી ગુજરાત હાઈકોર્ટના આદેશથી પ્રેરણા લઈને, સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામ રાજ્યોને કોવિડના (Covid) કારણે નોંધાયેલા મૃત્યુની સંખ્યા અને અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી અનુગ્રહ રકમ (ex-gratia payment) વિશેની તમામ માહિતી રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારીઓ સાથે શેર કરવા કહ્યુ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે રાજ્ય કાનૂની સેવા સત્તાના સભ્ય સચિવ લોકપાલ અને સુવિધા આપનાર તરીકે કામ કરશે. સર્વોચ્ચ અદાલતે રાજ્યોને એ ચકાસવા માટે નિર્દેશ આપ્યો છે કે તમામ નોંધાયેલા મૃત્યુમાં ચૂકવણી કરવામાં આવી છે કે કેમ. જો કોઈ ચૂકવણી ન થઈ હોય તો પણ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને મળવાની સૂચના આપવામાં આવી છે.
જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ગુરુવારે આ સંદર્ભમાં વિગતવાર આદેશ આપ્યો અને કહ્યું કે અમે તમામ રાજ્યોને સંબંધિત મૃત્યુના કેસમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને વિગતવાર માહિતી પ્રદાન કરવા અને વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ તે પણ જણાવવા નિર્દેશ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નોંધાયેલા મૃત્યુની વિગતવાર વિગતો અને વળતરની ચુકવણી સંબંધિત વિગતો સંબંધિત રાજ્ય સરકારોને દસ દિવસમાં સબમિટ કરવી જોઈએ.
બેન્ચે કહ્યું કે જો સંબંધિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય-સચિવને લાગે છે કે કોઈ નોંધાયેલા મૃત્યુના કિસ્સામાં હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી, તો રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ સંબંધિત જિલ્લા અથવા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સંબંધિત પરિવાર સુધી પહોંચશે અને વળતર ચૂકવશે.
જસ્ટિસ શાહે બુધવારે દાવાઓના વિતરણ પર દલીલો સાંભળતી વખતે કહ્યું હતું કે પીડિત પરિવારોને રાહત આપવા માટે સર્વોચ્ચ અદાલત ગુજરાત હાઈકોર્ટના મોડલને અનુસરી શકે છે. સુપ્રીમ કોર્ટ એડવોકેટ ગૌરવ કુમાર બંસલ અને હસ્તક્ષેપકારોની અરજીઓ પર સુનાવણી કરી રહ્યા હતા, જેમાં કોવિડ-19થી અસરગ્રસ્ત પરિવારના સભ્યો દ્વારા એક્સ-ગ્રેશિયાની રકમની માંગ કરવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે બુધવારે તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ એવા બાળકો સુધી પહોંચે અને વળતર આપે કે જેમણે કોવિડ-19ને કારણે તેમના માતા-પિતા બંને ગુમાવ્યા છે. કોર્ટે અરજદાર ગૌરવ બંસલ અને એડવોકેટ સુમીર સોઢીની રજૂઆતોની નોંધ લીધી હતી કે રોગચાળાની શરૂઆતથી 10,000 થી વધુ બાળકો કોવિડ અને અન્ય કારણોસર અનાથ થયા છે અને તેમને વળતર આપવું જોઈએ.
આ પણ વાંચો –
આ પણ વાંચો –