AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રાહક સુરક્ષા માટે સુ્પ્રીમ કોર્ટ આકરા પાણીએ, જો અકસ્માત સમયે એરબેગ્સ કામ નહીં કરે તો કંપનીને ભરવો પડશે દંડ

Airbags : કન્ઝ્યુમર ફોરમ(Consumer Forum)ના આદેશ બાદ આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બેન્ચે કાર કંપનીને વાહન બદલવાનો આદેશ પણ આપ્યો હતો.

ગ્રાહક સુરક્ષા માટે સુ્પ્રીમ કોર્ટ આકરા પાણીએ, જો અકસ્માત સમયે એરબેગ્સ કામ નહીં કરે તો કંપનીને ભરવો પડશે દંડ
Airbags (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:44 PM
Share

જેમ આપણે જાણીએ છીએ કે એરબેગ એ કારની એક મહત્વપૂર્ણ ફિચર છે. બે એરબેગ્સ (Mandatory 2 Airbags) હવે તમામ કાર માટે ફરજિયાત કરવામાં આવી છે. એરબેગ્સ (Airbags)ને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો અકસ્માતમાં કામ ન કરે તો કંપનીએ તેના માટે નુકસાની ચૂકવવી પડશે. આવા જ એક કેસમાં કોર્ટે કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈને અકસ્માતમાં થયેલા નુકસાન માટે શૈલેન્દ્ર ભટનાગરને 3 લાખ રૂપિયાનો દંડ ચૂકવવા જણાવ્યુ હતું. આ અકસ્માત 2017માં થયો હતો. શૈલેન્દ્ર ભટનાગરે ઓગસ્ટ 2015માં હ્યુન્ડાઈની ક્રેટા કાર ખરીદી હતી. નવેમ્બર 2017માં તેમની કારનો અકસ્માત થયો હતો. ભટનાગરે કન્ઝ્યુમર ફોરમમાં પિટિશન દાખલ કરીને કહ્યું હતું કે ક્રેટાના સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં રાખીને મેં આ કાર ખરીદી છે. જોકે અકસ્માત દરમિયાન એરબેગ કામ કરતી ન હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી.

કન્ઝ્યુમર ફોરમના આદેશ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બેન્ચે કાર કંપનીને વાહન બદલવાનો આદેશ પણ આપ્યો હતો. કંપની તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે એરબેગ ત્યાં સુધી કામ કરતી નથી, જ્યાં સુધી સામેથી કોઈ અડચણ ન આવે. કોર્ટે તેના પર કહ્યું કે ગ્રાહક અને ઉપભોક્તા ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત નથી જે અકસ્માત સમયે ઝડપ અને તાકાતની ગણતરી કરી શકે. કન્ઝ્યુમર ફોરમે પહેલા જ ભટનાગરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને હ્યુન્ડાઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

1 જાન્યુઆરી, 2022થી ડબલ એરબેગ્સ જરૂરી

મોદી સરકાર મુસાફરોની સુરક્ષા માટે ગંભીર છે. જુલાઈ 2019માં તમામ કાર માટે ડ્રાઈવર સાઈડ એરબેગ ફરજિયાત બનાવવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 2022થી સહ-યાત્રી એરબેગ્સ પણ ફરજિયાત બનાવવામાં આવી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે અમારી તૈયારી 6 એરબેગ્સ જરૂરી બનાવવાની છે. આઠ સીટર વાહનો માટે જરૂરી છ એરબેગ્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

1લી ઓકટોબર 2022થી અમલમાં આવશે

6 એરબેગની જરૂર પડવાની તૈયારી

લોકસભામાં બોલતા, પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે 8-સીટર વાહનો માટે 6 એરબેગ્સ ફરજિયાત કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે વાહનનું મોડલ શું છે અને તે કયા સેગમેન્ટમાં છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે. હાલમાં એરબેગ્સ ફરજિયાત બનાવવા અંગે પેપરવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં પરિવહન વિભાગ દ્વારા જાન્યુઆરી 2022માં એક ડ્રાફ્ટ સૂચના જાહેર કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેગ્સનો નિયમ લાગુ થઈ શકે છે.

આ પણ વાંચો : ગ્લેમરથી રાજનીતી સુધી: જાણો કોણ છે નવનીત રાણા? CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન બહાર હનુમાન ચાલીસાના પાઠની જાહેરાતથી આવ્યા ચર્ચામાં

આ પણ વાંચો :South Gujarat: માવઠાથી દ.ગુજરાતમાં કેરી સહિતના 65 ટકા બાગાયતી પાકને 500 કરોડનું નુકશાન, કેરીના ભાવો વધે તેવી સંભાવના

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">